Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા વખતે અમિત શાહ કયાં હતા ? શું કરી રહ્યા હતા ?

શિવસેનાએ અમિત શાહ પર નિશાન તાકયુ

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હી હિંસાને લઇને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. શિવસેનાએ પૂછ્યું કે અમિત શાહ કયાં હતા? શું કરી રહ્યાં હતાં ? શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દિવસ બાદ શાંતિના આહવાન કરવા પર પણ સવાલ કર્યા છે.

શિવસેનાએ કહ્યું કે દેશની રાજધાનીમાં ૩૭ લોકો માર્યા ગયા જેમાં એક પોલીસકર્મી પણ સામેલ છે, ત્યારે કેન્દ્ર સરકારનું અડધુ મંત્રીમંડળ તે સમયે અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને માત્ર 'નમસ્તે, નમસ્તે સાહેબ' કહેવા ગયા હતા.ઙ્ગઙ્ગ

ઙ્ગસામનામાં લખ્યું છે કે કેન્દ્રમાં કોંગ્રેસ અથવા બીજ ગઠબંધનની સરકાર હોત અને વિરોધપક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન હોત તો હિંસા માટે ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધુ હોત. કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાંને લઇને દિલ્હીમાં મોરચો તેમજ ઘેરાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોત. રાષ્ટ્રપતિ ભવન સુધી ઘેરાવ કરવામાં આવ્યો હોત.ઙ્ગ

ગૃહમંત્રીને નાકામાયબ ઠેરવી 'રાજીનામુ જોઇએ' એવી ઙ્ગમાંગણી કરવામાં આવી હોત, પરંતુ હવે આવું નહીં થાય કારણ કે ભાજપ સત્તામાં છે અને વિપક્ષ કમજોર છે. તેમ છતાં પણ સોનિયા ગાંધીએ ગૃહમંત્રીના રાજીનામાંની માગણી કરી છે.ઙ્ગ

ઙ્ગપ્રધાનંત્રીની શાંતિની અપીલને લઇને નિશાન સાધતાં સામનામાં લખ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમજ તેમના સહયોગી અમદાવાદમાં હતા, તે સમયે ગૃહવિભાગના એક ગુપ્તચર અધિકારી અંકિત શર્માની હત્યા હિંસામાં થઇ ગઇ. તેમ છતાં ત્રણ દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ બનાવી રાખવાનું આહવાન કર્યું.ઙ્ગ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચોથા દિવસે પોતાના સહયોગીની સાથે દિલ્હીના રોડ પર લોકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં, તેનાથી શું થશે? જે નુકસાન થવાનું હતું તે પહેલા થઇ ચૂકયું છે.ઙ્ગ

ગૃહમંત્રી અમિત શાહ પર સવાલ કરતાં શિવસેનાએ કહ્યું કે સવાલ એ છે કે આ દરમિયાન આપણા ગૃહમંત્રીના દર્શન કેમ ન થયાં? દેશને મજબૂત ગૃહમંત્રી મળ્યાં પરંતુ તેઓ જોવા મળ્યાં નહી તે એક હેરાનીની વાત છે.ઙ્ગ

દિલ્હી હિંસાને લઇને વિરોધાભાસી નિવેદન આપનારા નેતાઓ વિરુદ્ઘ FIR દાખલ કરવાનો આદેશ આપ્યાં બાદ થોડા જ કલાકોમાં દિલ્હી હાઇકોર્ટના જજની બદલી કરવામાં આવી. આ બદલી અને દિલ્હી હિંસાને લઇને શિવસેનાએ ભાજપ પર નિશાન તાકયું છે. શિવસેનાએ મુખપત્ર સામના લખ્યું કે કોર્ટને પણ સાચુ બોલવાની સજા મળી કે શું ? જો કે કોર્ટના જ્જની બદલીને લઇને કેન્દ્ર સરકાર પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે સુપ્રી કોર્ટ કોલેજિયમ દ્વારા ઘણા સમય પહેલા જ ભલામણ કરવામાં આવી હતી અને આ બદલીની પ્રક્રિયા તેનું પાલ કરતાં કરવામાં આવી છે.

(3:25 pm IST)