Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સીરીયા : ઇદબિલમાં હવાઇ હુમલામાં તુર્કીના ૩૩થી વધુ સૈનિકોના મોત

સીરીયાની બશર અલ-અસદ સરકાર પર લાગ્યો આરોપ

તુર્કી તા. ૨૮ : સીરિયાના ઉત્તર-પશ્ચિમી ઈદબિલ પ્રાંતમાં સેનાએ એરસ્ટ્રાઈક કરી છે. જેમાં તુર્કીના ૩૩થી વધુ સૈનિકના મોત નિપજયા છે. એક તરફ શરણાર્થી સંકટની આશંકા છે. બીજી તરફ તુર્કી પણ હવે સીરિયાઈ સૈનિકો વિરુદ્ઘ જવાબી કાર્યવાહીમાં જોડાઈ ગયું છે. સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ બન્ને દેશને યુદ્ઘવિરામની અપીલ કરી છે.

સીરિયાની સેનાને રશિયન સેનાનું સમર્થન છે. સીરિયા ઈદબિલને વિદ્રોહિયોના કબજામાંથી છોડાવવા પ્રયાસ કરી રહ્યું છે. જયારે બીજી તરફ વિદ્રોહીયોને તુર્કીનું સમર્થન છે. સીરિયાના અધિકારીઓએ હુમલા મામલે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. એરસ્ટ્રાઈક બાદ રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ અર્દોગને અંકારમાં તાત્કાલીક ઉચ્ચર સ્તરીય બેઠક બોલાવી છે.

જો કે ત્યાર બાદ સેનાએ સીરિયાના સરકારી કેમ્પો પર હવાઇ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તુર્કીએ સીરિયાની સેનાને તેના સૈન્ય ઠેકાણાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઙ્ગતુર્કીએ તાજેતરમાં જ ઈદબિલમાં હજારો સૈનિક મોકલવાનું શરૂ કર્યું છે. જે બાદ તુર્કી પર આ સૌથી મોટો હુમલો છે.

ઙ્ગતુર્કી ઈચ્છે છે કે સીરિયા તેની સેનાને એ ઠેકાણાથી પાછી બોલાવી લે, જયાં તુર્કી પોતાનું સૈન્ય બેઝ બનાવવા માગે છે. નાટાઓ આ હુમલાને લઇને રશિયાના હુમલાઓની નિંદા કરી છે. નાટો પ્રમુખે દરેક પક્ષોને આ વિસ્તારમાં તણાવ ઓછો કરવા અપીલ કરી છે.

(3:24 pm IST)