Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ ૧૮૦ ચેનલો પર ૪.૬ કરોડ લોકોએ નિહાળ્યો

બીએઆરસી દ્વારા ઉપલબ્ધ આંકડામાં જાહેર કરાયુ

 નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને પૂરા ભારતમાં ૧૮૦ ટીવી ચેનલો પર ૪.૩ કરોડ લોકોએ નિહાળ્યો હતો તેમ મુખ્ય ટેલિવિઝન રેટીંગ એજન્સી બ્રોડ કાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ ઈન્ડિયા (બીએઆરસી) દ્વારા ઉપલબ્ધ આકડામાં જાહેર થયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયાનું અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધારે લોકોની હાજરીમાં જોરદાર સ્વાગત થયુ હતું. આ કાર્યક્રમનું ૧૮૦ થી વધુ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું. 'બાર્ક'ના આંકડા મુજબ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ થયેલા આ આયોજનને કુલ ૪.૬ કરોડ લોકોએ ટીવીના પરદે નિહાળ્યુ હતું.

પ્રમુખ ટેલિવિઝન રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (બીએઆરસી) દ્વારા સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવેલ આંકડાઓ અનુસાર સોમવારે સમગ્ર ભારતમાં ૧૮૦ ટીવી ચેનલો પર ૪.૬ કરોડ લોકોએ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જોયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકોની હાજરીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ૧૮૦થી વધુ ટીવી ચેનલોનો લાઇવ પ્રસારણ કર્યું હતું. બ્રોડકાસ્ટ ઓડિયન્સ સંશોધન કાઉન્સિલ (બાર્ક)ના આંકડા અનુસાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેટિયમમાં યોજાનારા આ ભવ્ય આયોજનને સમગ્ર ભારતમાં કુલ મળી ૧૧૬.૯ કરોડ મિનિટ સુધી જોવામાં આવ્યું હતું. બાર્કે અનુમાન કર્યું છે કે, દેશભરમાં ૧૮૦ ટેલિવિઝન ચેનલોએ ૪.૬ કરોડ લોકોએ આ ભવ્ય કાર્યક્રમને લાઇવ જોયો હતો.

(12:48 pm IST)