Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચીનમાં કોરોનાનો પ્રકોપ : દક્ષિણ કોરિયામાં ૨૦૦૦ વધુને ચેપ

ઇરાનમાં ૨૬ના મોત : જાપાનમાં દરેક શાળા બંધ કરવાનો આદેશ

બેજીંગ તા. ૨૮ : ચીનની બહાર કોરોના વાયરસના ચેપના મામલામાં ઝડપથી વધારો થી રહ્યો છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, દક્ષિણ કોરિયામાં વાયરસના ચેપના નવા ૩૩૪ મામલા સામે આવતા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧૫૯૫ થી ગઈ છે. ઈરાનના રોગ નિયંત્રણ તથા બચાવ કેન્દ્ર અનુસાર મૃત્યુ પામનારની સંખ્યા ૧૨ પર સ્થિર છે. બીજી તરફ ઈરાનમાં વાયરસને કારણે અત્યાર સુધી ૨૨ લોકોના મોત થઈ ગયા છે, જયારે ૧૪૧ કેસ નોંધાયા છે.ઙ્ગ

આ વચ્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેનાઓએ પોતાનો યોજાનારો સંયુકત સૈન્ય અભ્યાસ સ્થગિત કરી દીધો છે. કમ્બાઇન્ડ ફોર્સ કમાન્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને લઈને સિયોલે ખુબ ગંભીર સ્તરનું એલર્ટ જારી કર્યું ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી નોટિસ જારી થયા સુધી બંન્ને દેશોની સેનાઓએ સૈન્ય અભ્યાસ સ્થગિત કરી દીધો છે.ઙ્ગ

ઈરાનમાં કોરોના વાયરસ અત્યાર સુધી ૨૦ રાજયોથી ૩૧ રાજયોમાં ફેલાય ચુકયો છે. બીજીતરફ જાપાનમાં કોરોના વાયરસથી પ્રભાવિત શિપ ડાયમંડ પ્રિન્સેઝથી યાત્રીકોને ઉતાર્યા બાદ ક્રુ મેમ્બરોએ તેને છોડવાનું શરૂ કરી દીધું છે. સરકાર તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિપને હવે બીજા સ્થાને મોકલવામાં આવશે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ગુરૂવારે ક્રુ સ્ટાફના ૨૪૦ સભ્યોએ ક્રુઝ છોડવાનું શરૂ કરી દીધું છે.ઙ્ગ

બીજીતરફ ઈરાનથી પાકિસ્તાનના કચારી પરત ફરેલા બે લોકોમાં કોરોના વાયરસના ચેપની ખાતરી થયા બાદ સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પણ તમામ શાળાઓ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. બલૂચિસ્તાન સરકારે ૧૫ માર્ચ સુધી તમામ શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. તો પાકિસ્તાનમાં કોરોના વાયરસનો મામલો સામે આવ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ સાઉદી અરબે કોરોના વાયરસના ખતરાને જોતા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કા અને કાબાની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(11:46 am IST)