Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઓશો સદીઓ સુધી બની રહેશે પ્રેરણા સ્ત્રોત

હું ઓશો સાથે ખાલી પ્રકાશન માધ્યમથી જ નહીં પણ તેમના વિચારોથી પણ જોડાયેલો છું હું તેમના પુસ્તકો અવાર નવાર વાંચું છુ. અને તેમના પ્રવચનો પણ સાંભળુ છું. સૌથી પહેલા મેં તેમનું પસ્તક ''મેં મૃત્યુ સિખાતા હું'' ૧૯૬૮માં વાંચ્યું હતું જેનાથી હું બહુ પ્રભાવિત થયો હતો. આ પુસ્તક દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું કે જે વ્યકિત સાચા અર્થમાં મરવાનું શીખી જાય છે તે ખરેખર જીવતા શીખી જાય છે.

વાંચ્યા પછી મને લાગ્યું કે આ પુસ્તક દરેક માણસે વાંચવુ જોઇએ. ઓશોની વાણીમાં સત્યતા છે જે દબાવી અથવા છુપાવી રાખવી એ ખોટું છે. તેઓ જનતાના લેખક છે તેમને જનતાની વચ્ચે લાવવા જ પડશે. અમારા દ્વારા ઓશોના ૩૦૦ પુસ્તકોનું પ્રકાશન થયું છે.જે આ સંકલ્પનું પ્રમાણ છે. ઓશો એક એવા વિચારશીલ ચિંતક છે જેમણે ભારતીય દર્શન અને ચિંતનને પોતાની વાણી થી આટલા સુંદર શબ્દમાં કહયું છે કે એક સામાન્ય માણસ પણ ગૂઢ રહસ્યને સરળ રીતે સમજી શકે છે. કબીર, મીરા, કૃષ્ણ, બુધ્ધ વગેરે ચિંતકોની વાણીને સામાન્ય માણસ સુધી આટલા સુંદર શબ્દો સાથે પહોંચાડી છે કે તેઓ ફકત તેમના અર્થો સમજતા જ નથી પણ તેમને આત્માસાત પણ કરી શકે છે.

નરેદ્રકુમાર વર્મા (ચેરમેન ડાયમંડ પોકેટ બુકસ)

(11:45 am IST)