Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પીએફ પર વ્યાજદર ઘટાડી ૮.૫૦ ટકા કરાય તેવી વકી

પીએફ ઉપર વ્યાજદરમાં ઘટાડો કરવાની તૈયારી : વર્ષ ૨૦૨૦ માટે વ્યાજનો દર ૧૫ બેઝિક પોઇન્ટ ઘટશે

નવીદિલ્હી, તા. ૨૮ : પીએફ ઉપર વ્યાજદર ઓછો મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. વ્યાજદર .૬૫ ટકાથી ઘટાડીને .૫૦ ટકા કરવામાં આવે તેમ માનવામાં આવે છે. પગારદાર વર્ગને ઇપીએફઓ તરફથી જોરદાર ફટકો પડી શકે છે. પીએફ ડિપોઝિટ ઉપર વ્યાજદર ઘટાડવાને લઇને વિચારણા ચાલી રહી છે. કારણ કે, ઇપીએફઓને રોકાણ ઉપર ઓછા રિટર્ન મળી રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ માટે વ્યાજદર ૧૫ બેઝિક પોઇન્ટ ઘટાડીને . ટકા કરવામાં આવી શકે છે. ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક પાંચમી માર્ચના દિવસે યોજાશે ત્યારબાદ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં પીએફ ઉપર .૬૫ ટકાનો વ્યાજદર આપવમાં આવ્યો હતો.

          આ વર્ષે પગારદાર વર્ગને મોટો ફટકો પડી શકે છે. મામલા સાથે જોડયેલા લોકોના કહેવા મુજબ ઇપીએફઓ માટે વર્ષે વ્યાજદરો યથાવત રાખવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ અને સિક્યુરિટીથી ઇપીએફઓની કમાણી ગયા વર્ષે ૫૦-૮૦ બેઝિક પોઇન્ટ ઘટી છે. ફાઈનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટિના કહેવા મુજબ રિટર્નને લઇને ટૂંકમાં નિર્ણય લેવામાં આવશે. આગામી બેઠક પાંચમી માર્ચના દિવસે યોજાનાર છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે નિર્ણયની માહિતી બોર્ડ મિટિંગમાં આપવામાં આવશે. આના પરવિચારણા કરવામાં આવી રહી છે.

         ઇપીએફઓ ૧૮ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરેલું છે. આમાથી આશરે ૪૫૦૦ કરોડ રૂપિયા દિવાન હાઉસિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસમાં લગાવવામાં આવ્યા છે. બંનેને ચુકવણી કરવામાં મુશ્કેલી નડી રહી છે. ડીએચએફએલ એકબાજુ બેંકરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસથી પસાર થઇ રહી છે. ઇપીએફઓએ પોતાના વાર્ષિક એક્રુઅલ પૈકી ૮૫ ટકા હિસ્સો ડેટ માર્કેટમાં અને ૧૫ ટકા હિસ્સો એક્સચેંજ ટ્રેડેડ ફંડ મારફતે ઇક્વિટીમાં લગાવ્યા છે. જાણકાર વ્યક્તિએ કહ્યું છે કે, ઇપીએફઓ ઉપર વ્યાજદર એક મોટી સેન્ટીમેન્ટ બુસ્ટર તરીકેની બાબત છે. 

(7:49 pm IST)