Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારૂની દુકાન ખોલાશે

ભોપાલ, તા.૨૮: મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી રાજય સરકારે મહિલાઓ માટે અલગથી દારુની દુકાન ખોલવાનો નિર્ણય લીધો છે. કમલનાથ સરકારનો પ્રયાસ છે કે મહિલાઓ પણ કોઈ પણ સમસ્યા વગર દારુ ખરીદી શકે.

પ્રાથમિક માહિતી અનુસાર શરુઆતમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં એક-એક દુકાન ખોલવામાં આવશે. આ તમામ દુકાનો પર વાઈન અને વ્હીસ્કીની એ બ્રાન્ડ ઉપલબ્ધ હશે, જે મહિલાઓ પસંદ કરે છે. આ દુકાનો મુંબઈ, દિલ્હી અને અન્ય મેટ્રો સિટીની પેટર્ન પર ખોલવામાં આવશે.

કવોલિટી સારી રહે એ માટે ફકત વિદેશી દારુ જ આ દુકાનો પર વેચવામાં આવશે. તેનો અર્થ છે કે એ બ્રાન્ડ પણ અહીયાં વેચવામાં આવશે, જે રાજયમાં રજીસ્ટર્ડ હોય.અધિકારીઓના કહેવા અનુસાર આ દુકાન પર વેચાતા દારુ પર વધારાની ટ્યુડી લગાવાશે નહીં, કેમ આ દારુ દેશમાં આવતા પહેલા જ તેના પર ડયુટી વસૂલાઈ ગઈ હોય છે. તેનાથી રાજયમાં મોંઘા દારુનો વેપાર વધશે.

ટેકસ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રટરી આઈસીપી કેશરીએ કહ્યું કે, આ દુકાન પર એ બ્રાન્ડનો દારુ પણ મળશે, જે હાલ મધ્યપ્રદેશમા મળતી નથી. આ દુકાનો મોલ્સ કે એવી જગ્યાએ ખોલવામાં આવશે, જયાંથી મહિલા સરળતાથી ખરીદી શકે.

રેવન્યુ વધારવા માટે અને સ્થાનિક બ્રાન્ડને જાણીતી કરવા માટે સરકાર ભોપાલ, ઈન્દૌર, ગ્વાલિયર અને જબલપુરમાં વાઈન ફેસ્ટિવલનું આયોજન પણ કરશે.

(11:43 am IST)