Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

'કોકટેલ desi-season 2' માટે રજીસ્ટ્રેશન ખુલતાં જ હાઉસફૂલ...સમયસર એન્ટ્રી મેળવી લેવા ખાસ સુચન

ફ્રી એન્ટ્રી પાસ હશે તો પણ વહેલા તે પહેલાના ધોરણે જ પ્રવેશ અપાશેઃ હોલ ફૂલ થઇ ગયા પછી નો-એન્ટ્રી

 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ગુજરાત્રીની અફલાતૂન નવી નક્કોર ઇવેન્ટ 'કોકટેલ desi-season 2' માણવા વિનામુલ્યે પાસ મેળવવા માટે તા. ૨૩ ફેબ્રુઆરીથી પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં 'ગુજરાત્રી'ના જે રજીસ્ટર્ડ યુઝર્સ દ્વારા અને નવા યુઝર્સ દ્વારા  ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશન  'gujratri.in' પર શરૂ થતાંની સાથે થોડા જ સમયમાં હાઉસફુલ થઇ ગયું હતું. ગુજરાત્રી અને અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ આ માટે શ્રોતાઓ, ગુજરાત્રીયન્સ અને રાજકોટીયન્સનો આભાર વ્યકત કરે છે.

આવતી કાલે શનિવારે રાત્રે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી 'કોકટેલ desi-season 2' ઇવેન્ટમાં  વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ફ્રી એન્ટ્રી પાસ મેળવેલો હશે તો પણ જો હોલ ફુલ થઇ ગયો હશે તો એન્ટ્રી આપવામાં આવશે નહિ. વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સમયસર એન્ટ્રી મેળવી લેવી એ ખુબ જરૂરી છે.

(11:42 am IST)