Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પ્લીઝ ! બીઝનેસમાં ટકી રહેવા સરકાર મદદ કરે : બાકીની રકમ ચુકવવા ૧૫ વર્ષ આપો : વોડાફોન - આઇડિયા

નવી દિલ્હી : વોડાફોન આઇડિયાએ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની બાકી રકમ ચૂકવવા ૧૫ વર્ષનો સમય આપવામાં આવે એવી સરકાર સમક્ષ માંગ કરી છે. એટલું જ નહીં, કંપનીએ ગ્રાહકો પર લાગતા ટેરિફની લઘુતમ  સીમા નક્કી કરવાની પણ માંગ કરતા કહયું છે કે, મોબાઇલ યુઝર્સ પર ફિકસ ટેરિફ લગાવવું જોઇએ. આ ઉપરાંત ટેકસ રિફંડ, લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ યુઝર્સ ચાર્જ (એસયુજી)માં પણ ઘટાડો કરવો જોઇએ. ટેલિકોમ વિભાગ, નાણા મંત્રાલય અને નીતિ આયોગને લખેલા પત્રમાં કંપનીએ કહયું છે કે, અમારે બિઝનેશમાં ટકી રહેવા સરકારની મદદની જરૂર છે.

આ પત્ર ટેલિકોમ વિભાગના નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા ડિજીટલ કમ્યુનિકેશન કમિશન (ડીસીસી)ની બેઠકના એક દિવસ પહેલાજ મોકલાયો છે. ડીસીસી નાણાકીય મુશ્કેલીઅ ોનો સામનો કરી રહેલી વોડાફોન આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગયા અઠવાડિયે નાણા મંત્રી નિર્મલા સીતારામન અને ટેલિકોમ મંત્રી સાથે મુલાકાત કરી હતી.

(11:40 am IST)