Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોરોના વાયરસના કારણે સઉદી અરબે હજ ઉમરાહ માટે વિઝા પ્રતિબંધ લગાવી દીધો

રિયાધ,તા. ૨૭ : મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલા સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે. સાઉદી બનવા વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે, અમે તમામ દેશોના એન્ટ્રી વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે કહ્યુ, 'કોરોના વાયરસ રોકવા માટે સાઉદી અરબ પણ વિશ્વ સાથે છે. અમે પોતાના ેદેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાયરસ થી પ્રભાવિત દેશોની યાત્રા કરવાથી બચો.'

(11:40 am IST)