Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા : SITએ શરૂ કરી તપાસ : ગૃહ મંત્રાલયે કરી સમીક્ષા

દિલ્હી પોલીસે ઘટનાના સાક્ષીઓ પાસેથી પૂરાવા માંગ્યા : મૃત્યુઆંક ૩૮ થયો

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં ૨૩ ફેબ્રુઆરીથી ફેલાયેલી હિંસા વિશે જા તમારી પાસે કોઈ માહિતી હોય તો તે પોલીસને આપે. ઉલ્લેખનીય છે કે, હિંસામાં મરનારા લોકોનો આંકડો ૩૮ પર પહોંચી ગયો છે. દિલ્હી પોલીસે હિંસાની તપાસ કરવા માટે એસઆટીની નિમણૂંક કરી છે. દિલ્હી પોલીસે કહ્નાં કે, જે પણ લોકો ઘટનાના સાક્ષી છે, ખાસ કરીને મીડિયા કર્મચારીઓ કે અન્ય કોઈ પાસે ઘટના સાથે જાડાયેલી કોઈ પણ માહિતી હોય, અથવા જેમની પાસે ઘટનાની મોબાઈલથી લેવાયેલ રેકોર્ડિંગ હોય તો તે પોલીસનો સંપર્ક કરે.

દિલ્હી પોલીસે મોબાઈલ નંબર (૮૭૫૦૮૭૧૨૨૧, ૮૭૫૦૮૭૧૨૨૭) પણ જાહેર કર્યાં છે, જેના પર માહિતી આપવા માટે ઈચ્છુક લોકો સંપર્ક કરી શકે છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, માહિતી આપનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

ઉત્તર-પૂર્વ દિલ્હી કેમ અને કેવી રીતે ભડકે બળી, આ ઘટના હતી કે પછી વિચારીને કરાયેલું ષડયંત્ર અંતર્ગત ફેલાયેલ હિંસા.... આ સવાલોના જવાબ શોધીને આપવા માટે બનાવા દિલ્હી પોલીસની એસઆઈટીએ ગુરુવારે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે. એસઆઈટીનું ગઠન ગુરૂવારે બપોરે બાદ જ કરવામાં આવશે.

આ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાગ્રસ્ત વિસ્તારોની એક સમીક્ષા બેઠક યોજી હતી. ગત ૩૬ કલાકોથી કોઈ પણ ­ભાવિત પોલીસ સ્ટેશનમાં કોઈ ઘટના બની નથી. અત્યાર સુધી ૪૮ એફ્આઈઆર નોંધાઈ ચૂકી છે. જાનમાલની ક્ષતિના કેસ નોંધાયા છે, અને આગળ પણ કેટલીક એફ્આઈઆર દાખલ કરાશે. પોલીસે ૫૧૪ સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે, અને આ આંકડો પણ વધી શકે છે.(૨૧.૪)

(11:38 am IST)