Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારમાંથી ર૦૦૦ કિલો ઇંટનો જથ્થો મળ્યો

નવી દિલ્હી, તા. ર૮ :  સીએએ કાનૂન બાબતે દિલ્હીમાં હિંસાની આગ એવી ફેલાણી કે જાતજાતામાં લગભગ ૩૮ લોકોના જીવ ગયા. ઉત્તર પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસામાં પથ્થરમારો અને આગજનીનાં ખતરનાક દૃશ્યો જાવા મળ્યા. પૂર્વ દિલ્હીનગર નિગમ (ઇડી એમસી) એ ગઇકાલે દંગાપ્રભાવિત વિસ્તારના મેઇન રોડની સફાઇ ચાલુ કરી, જેમાં ભજનપુરા, યમુના વિહાર, જાફરાબાદ અને ખજૂરિયા સામેલ છે. અહીંની સડકો પર ચારે બાજુ પથ્થર, ઇંટના ટુકડા, ટાઇલ્સ અને માર્બલના ટુકડાઓ વિખરાયેલા હતા. આ બધાનો ઉપયોગ હિંસક ટોળાએ એક બીજા પર હુમલો કરવા માટે કર્યો હતો.

જયારે દંગા પ્રભાવિત વિસ્તારો આ રોડ અને ફુટપાથોની સફાઇ કરવામાં આવી તો ઇંટ-પથ્થરો જાણે મોટો ઢગલો થઇ ગયો. ઇડીએમસીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે એકલા કર્દમપુરીમાંથી જ ઓછામાં ઓછી ર૦૦ કિલો ઇંટ (લાલ ઇંટના ટુકડા) હટાવાયા હતા. તેમણે કહ્નાં કે રોડ પર લાઇનસર ઇંટોની ફેલાવી દેવાઇ હતી અને ગલીઓમાં કોથળામાં ભરીને રાખી દેવાઇ હતી.

અધિકારીએ કહ્નાં કે કપડા, ફર્નિચર અને ટાયરોના બળેલા ટુકડાઓ સાફ કરી દેવાયા છે. આ ઉપરાંત મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ના અવશેષ અને તુટી ગયેલ બારીઓના કાચ જે રોડ પર વેરાયેલ હતા તે કમિશ્નર રેન કુમારે કહ્નાં કે હજુ કારો અને મોટા સાયકલોને હટાવવાનું બાકી છે. કેમકે પોલીસ સાબિતમાં માટે તેમની વિડીયોગ્રાફી કરશે. બની શકે કે વાહનોના માલિક વીમાના કલેમ માટે પોતાના વાહનોની ઓળખ કરાવવા માંગતા હોય બળી ગયા પછી વાહનોને ઓળખવા મુશ્કેલ હોય છે. તેમને ઓળખવાનો એક માત્ર માર્ગ ચેસીસ નંબર હોય છે જા તે ઓગળી ન ગઇ હોય એટલે તેમને મુળ જગ્યાએ રાખવા જરૂરી છે. (૯.ર)

(11:37 am IST)