Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા મામલે ભડકાઉ નિવેદન બદલ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિત પાંચ વિરૂધ્ધ હાઇકોર્ટમાં અરજી

સ્વરા ઉપરાંત સામાજીક કાર્યકર હર્ષ મંદર, આરજે સાયેમા આમઆદમી પાર્ટીના અમાનતુલ્લાહખાન : સામે ગુનો નોîધવા માંગણીઃ સ્વરાની ધરપકડની સોશ્યિલ મીડિયા યુઝર્સની માંગણી

નવી દિલ્હી, તા.૨૮: દિલ્હીમાં ભડકેલી હિંસા માલે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો ભડકાઉ વિડીયો વાયરલ થતાં તેની ધરપકડની માંગણી સોશિયલ મીડિયા યુઝર્સ કરી રહ્ના છે. સ્વરા ઉપરાંત કાર્યકર હર્ષ મંદર, આરજે સાયેમા, આમઆદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લાહ ખાન સહિત પાંચ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તમામ સામે એફઆઇઆર નોîધી એનઆઇએ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે. સંજીવ કુમારે અરજી કરી કાર્યવાહીની માંગણી કરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ ટ્વિટર પર ArrestSwaraBhasker હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. યુઝર્સે સ્વરા ભાસ્કરને ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડની માગણી કરી હતી. વીડિયોમાં સ્વરા ભાસ્કર શું બોલી?: સ્વરાએ પૂછ્યું, શા માટે મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવે છે?: બ્રૂટના એક જૂના વીડિયોમાં સ્વરા ભાસ્કર કહે છે, હું માનું છું કે, આપણે એ વિચારતા હતાં કે શું થશે, શું થશે પરંતુ તે થઈ ચૂક્યું છે. આપણે એ વાતનો સ્વીકાર કરવો રહ્ના કે આપણી અંદર એક ડર છે. આપણે એ દેશમાં રહીએ છીએ, જયાં સુ­ીમ કોર્ટ એમ કહે છે કે બાબરી મસ્જિદ તૂટી તે ગેરકાયદેસર હતી પરંતુ એ જ જજમેન્ટમાં એ જ લોકોને ઈનામ આપવામાં આવે છે, જેમણે મસ્જિદ તોડી હતી. એટલે કે ડરનો માહોલ અસ્તિત્વમાં છે અને આપણે તેમાં રહીએ છીએ. આપણે અત્યારે એવી ક્ષણમાં છીએ જયાં પોલીસ બંધારણના સોગન લઈને નિઃશસ્ત્ર મુસ્લિમો પર હુમલો કરે છે, તેમની સંપત્તિ્નો નાશ કરે છે, તેમને ગાળો આપે છે અને તેમના દ્યરમાં દ્યુસી જાય છે, કારણ કે તેઓ નોન-વેજ ખાય છે? મને પણ આ કારણની ખબર નથી.

સ્વરાએ સુ­ીમ કોર્ટ પર સવાલ કર્યો?

સ્વરાએ આગળ કહ્નાં હતું, આપણે આપણી જાતને પૂછવું રહ્નાં કે સમાજમાં આપણે શું કરીએ છીએ? સ્ટેન્ડ અપ કોમેડિયન (કુનાલ કામરા-અરનબ ગોસ્વામીનો કિસ્સો) ફ્લાઈટમાં એક પત્રકારને સવાલ કરે તો તેને લઈ હંગામો મચી જાય છે પરંતુ શખ્સો ગન લઈને ફ્રે છે અને લોકોને મારી નાખે છે, તે વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આપણે આવી સંસ્કૃતિનું શું કરીશું, જે હત્યાને ખોટું માનતી નથી પરંતુ અવિવેકને ગુનો માને છે? જે લોકો કાયદો અને વ્યવસ્થાનો અમલ કરવાના હોય તે જ લોકો તેમાં વિશ્વાસ નથી ધરાવતા તો આપણે શું કરીશું? આ સવાલ આપણે આપણી જાતને પૂછવો જાઈએ, જે સરકાર બંધારણમાં નથી માનતી, તે આજે દેશ ચલાવે છે. જે પોલીસ બંધારણમાં નથી માનતી, તે આપણા પર શાસન કરે છે. આજે તો આપણે એવી સ્થિતિમાં આવી ગયા છીએ, જયાં કોર્ટ પણ બંધારણમાં વિશ્વાસ રાખે છે કે નહીં તેની ખાતરી નથી. આવામાં આપણે શું કરીશું? રસ્તો એકદમ સ્પષ્ટ છે, જે તમે લોકોએ બતાવ્યો છે. તમારામાંથી દ્યણાં વિરોધ કરી રહ્નાં છે, જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નાગરિકો સામેલ છે. સતત ­તિકાર કે વિરોધ કરતા રહેવાનું છે.

સ્વરાએ દરેક શાસક પક્ષને સવાલ કર્યો

સ્વરાએ કહ્નાં હતું, મને લાગે છે કે આ સરકાર નથી. આ ત્રાસવાદી વિચારધારા છે. મને માફ્ કરો હું વિનમ્રતાથી વાત નહીં કરી શકું કારણ કે તમને ખબર છે. આપણે કાયદાનું પાલન કરીએ છીએ અને આપણી પાસે તો બધું જ છે અને હજી આપણે ગુનેગાર તરીકે શપથ લીધા નથી. આપણે એ વાત સમજવાની જરૂર છે કે આ ૯૦ વર્ષનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની શરૂઆત ૧૯૨૫માં થઈ હતી અને તે હજી ચાલે છે. આપણે એ સ્વીકાર્યું રહ્નાં કે તેમણે ઘણી જ મહેનત કરી છે અને તેમને ક્રેડિટ આપવી જ રહી. તેઓ ખૂબ જ મહેનતુ, શિસ્તબદ્ઘ અને ઉદ્યમશીલ છે. આ તેમનું ૯૦ વર્ષનું કામ છે અને તેમની આગળ લાંબો રસ્તો છે.

સ્વરાએ આગળ ઉમેર્યું હતું, મને લાગે છે આ ધિક્કાર અને દુશ્મની માત્ર એક સરકાર કે માત્ર એક લોકો કે માત્ર એક મિનિસ્ટર કે પછી ભડકાઉ ભાષણ કરતાં લોકો પૂરતી નથી. લડાઈ દ્યરમાં છે. આ ધમકી અને દુશ્મની તે વિચારસરણી છે, જે રોજ આપણાં ફ્ેમિલી વ્હોટ્સએપ ગ્રૂપમાં સવારે મેસેજરૂપે આવે છે અને આપણે તેનો જવાબ આપવો જાઈએ, કારણ કે આપણે સારી રીતે ઉછેરલા સંતાનો છીએ. આપણે સારા બાળકો છીએ અને આપણાં પેરેન્ટ્સે આપણને મેનર્સ શીખવી છે. જાકે, આપણે આપણાં કાકા-કાકી, દાદા-દાદી અને અન્ય કોઈને રિપ્લાય આપતા નથી. કારણ કે તમને ખ્યાલ છે કે આપણે વિન્રમ છીએ અને આપણે ઝદ્યડો કરવા ઈચ્છતા નથી. જાકે, તમને ખ્યાલે છે, આ જ યોગ્ય સમય છે, આવા વ્હોટ્સએપ ગ્રૂપને જવાબ આપવાનો. આપણે ­તિકાર-વિરોધ અંગે વાત કરીશું તો જ આપણે આગળ જઈ શકીશું. મને લાગે છે કે દરેક પગલે વિરોધ કરવાની રીત શોધવી પડશે. હું તમામને વિનંતી કરું છું અને મને ખાતરી છે કે તમે આમાં સહમત પણ છો પણ છતાંય હું પુનરાવર્તન કરીશ. કામરાએ જે કર્યું, તે વિરોધની જ એક રીત હતી. આપણે વિવિધ વિરોધની રીત શોધવાની છે અને હવે નમ્ર બનીને રહેવાની જરૂર નથી.(૨૩.૮)

(10:41 am IST)