Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મહારાષ્‍ટ્રમાં આરે વિરોધીઓ વિરૂદ્ધ દાખલ મામલા એક મહિનામાં પરત થશેઃ મંત્રી સાતેજ પાટીલએ કર્યુ એલાન

            મહારાષ્‍ટ્રમાં આરે મેટ્રો શેડને લઇ વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે દાખલ થયેલ મામલા પર સરકારના મંત્રી સાતેજ પાટીલએ ગુરુવારના કહ્યું કે દાખલ મામલાને લઇ એક મહિનાની અંદર પરત લઇ લેવામાં આવશે. મહારાષ્‍ટ્રના ગૃહ રાજયમંત્રીએ અહીં થોડા પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત પછી આ વાત કહી. પાટીલએ કહ્યું કે મામલાને પરત લેવા માટે એક ઉચિત પ્રક્રિયા છે. મે આ લોકો સાથે આ મુદા પર વાતચીત કરી છે. મે એમને આશ્વસ્‍ત કર્યા છે કે મહાવિકાસ ગઠબંધન તરફથી અમે જે વાયદો કર્યો છે એને પુરો કરવામાં આવશે.

દક્ષિણ મુંબઇમા આવેલ વિધાનસભા  ભવનની બહાર એમણે સંવાદદાતાઓને કહ્યું કે આવનાર મહિનામા આ મામલાને પતર લઇ લેવામાં આવશે એમણે કહ્યું કે ગયા વર્ષે ઓકટોબરમા કાર્યકર્તાઓ સીહત થોડા પ્રદર્શનકારીઓના વિરોધ કર્યા પછી તેમના વિરૂદ્ધ પોલીસએ આ મામલો દાખલ કર્યો હતો. આ પ્રદર્શનકારી ગોરેગાંવના હરિતક્ષેત્ર આરેમા કાર શેડ માટે વૃક્ષોની કટાઇના વિરોધમા  રસ્‍તા પર ઉતર્યા હતા.

શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્‍ટ્ર સરકારએ ગયા વર્ષે નવેમ્‍બરમા  સતા સંભાળ્‍યા પછી મામલા પરત લેવાની જાહેરાત કરી હતી. આ મામલા ત્‍યારે દાખલ કરવામા આવ્‍યા હતા જયારે ત્‍યા ભાજપા સતામાં હતી.

(12:00 am IST)