Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હીમાં હિંસા બાદ યુપીમાં હાઇએલર્ટ જાહેર : પશ્ચિમ યુપીમાં વિશેષ સાવધાની

રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા

નવી દિલ્હી : દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાને જોતા યોગી સરકારે પણ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કર્યુ છે. યૂપી સરકારે અગાઉથી જ સાવધાની રાખી રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા છે. દિલ્હીની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી આ અધિકારીઓ કેમ્પ કરશે. ખાસ કરી પશ્ચિમ યૂપીમાં વધારે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

યા અધિકારીને ક્યાં મોકલાયા…?

ઝોન

અધિકારીનું નામ

ક્યાં મોકલાયા?

ADG ઝોન બરેલી

અવિનાશ ચંદ્ર

મુરાદાબાદ

ADG ઝોન આગરા

અજય આનંદ

અલીગઢ

ADG PAC

રામકુમાર

રામપુર

કેન્દ્રીય પ્રતિનિયુક્તિથી
આવેલા

જ્યોતિ નારાયણ

બુલંદશહર & હાપુડ

IG મુરાદાબાદ

રમિત શર્મા

સંભલ

IG રેલવે

વિજય પ્રકાશ

ફિરોઝાબાદ

IG PTS મેરઠ

લક્ષ્‍મી સિંહ

મુઝફ્ફરનગર

DIG AIT

રવિન્દ્ર ગૌડ

બિજનૌર

 

 

 

(12:51 am IST)
  • રાજકારણમાં એકબીજાના ઘોર વિરોધી જમવામાં સાથે : ઓડીસામાં મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવાસ સ્થાને યોજાયેલા ભોજન સમારંભમાં અમિત શાહ, મમતા બેનર્જી ,ધર્મેન્દ્ર પ્રધાન ,નીતીશકુમાર ,સહિતના આગેવાનોએ એક ટેબલ ઉપર બેસી ભોજન લીધું access_time 7:28 pm IST

  • ભારતીયોમાં મોબાઈલનો ચસ્કો : સૌથી વધુ ડેટા વાપરવામાં દુનિયામાં પ્રથમ ક્રમે : દર મહિને 11 GB ડેટાનો ઉપયોગ :સસ્તા ડેટા પ્લાન, વ્યાજબી ભાવે મળી રહેતા મોબાઈલ ,વિડિઓ સર્વિસની લોકપ્રિયતા ,અને 4 G નેટ વર્કની ઉપ્લબ્ધીને કારણે મોબાઈલનો ઉપયોગ વધ્યો : નોકિયાનો અહેવાલ access_time 9:00 pm IST

  • ભુજમાંથી ઝડપાયેલા ગાંજાનો મામલો:આરોપી સાથે પોલીસ પહોંચી સૂરત:સૂરતથી કચ્છના કનેક્શનની શક્યતા:અનેક નવા નામો ખુલવાની સંભાવના access_time 9:45 pm IST