Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્લી હિંસા અને સીએએને લઇ થયેલ વિરોધ પ્રદર્શનથી રોકાણકારોના વલણ પર કોઇ અસર નહીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્લીઃ સીએએના વિરોધમાં દેશભરમાં થયેલ વિરોધ પ્રદર્શનો અને દિલ્લીમાં થયેલ હિંસાથી રોકાણકારોના વલણ પર કોઇ ફરક પડયો નથી. દેશી અને વિદેશી રોકાણકારો હજુ પણ હિન્‍દુસ્‍તાનમાં રોકાણને લઇ ઉત્‍સાહીત છે.  આ વાત કેન્‍દ્રીય  નાણામંત્રી નિર્મલા સીતારમણએ ગુરુવારના કરી હતી.

          ગુવાહાટીમાં મીડિયાથી  વાત કરતા તેઓ બોલ્‍યા કે સાઉદી અરબની પોતાની હાલની યાત્રાામ તે જે  રોકાણકારોને મળ્‍યા એમણે દેશમાં અધિક રોકાણ કરવાની ઇચ્‍છા દર્શાવી છે. દિલ્લી હિંસા અને સીએએના વિરોધ  અંગે પુછતા સીતારમણ બોલ્‍યા કે  વિદેશી રોકાણકારોની ભાવનાઓને  આનાથી કોઇ ફરક પડતો નથી. તેઓ બોલ્‍યા કે જો  આગામી બે મહિનામાં સ્‍થિતિમા સુધારો નહી થાય તો કાચા માલની અછત થઇ શકે છે. નાણામંત્રીએ કહ્યું  કે અમે આ મામલા પર ધ્‍યાન આપશું અને મદદ કરશુ

(12:00 am IST)