Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વડાપ્રધાન મોદીએ ગુજરાતના રમખાણો અટકાવ્યા: બીબીસીની ડોક્યુમેન્ટરી 'અપમાનજનક' : યુકે ના સાંસદ

બ્રિટનના સંસદસભ્ય બોબ બ્લેકમેને બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ની ઝાટકણી કાઢી હતી અને કાશ્મીરમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની પણ વાત કરી હતી.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ડોક્યુમેન્ટ્રીમાં ગોધરા ટ્રેન કાંડમાં હિંદુઓને નિશાન બનાવવામાં અને રમખાણો રોકવાના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને અવગણવામાં આવ્યા છે.

બોબ બ્લેકમેને કહ્યું, “બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ને નરેન્દ્રભાઇ મોદી પરના એક ઘૃણાસ્પદ કાર્ય તરીકે જ વર્ણવી શકાય.

તમે આ ડોક્યુમેન્ટ્રી જુઓ તે પહેલાં તમારા મગજને શાંત કરવા માટે કેટલીક ગોળીઓ લઈ લેજો.  ૨૦૦૨માં ગુજરાતમાં હિંદુ યાત્રાળુઓને લઈ જતી ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી, પરંતુ તે હકીકતને અવગણવામાં આવી હતી કે ટ્રેનની ગાડી ઉપર પેટ્રોલ છાંટી દેવામાં આવ્યું હતું અને હિંદુઓને મારવાનો ખુલ્લો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુકે સાંસદે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ ક્યારેય રમખાણોને પ્રોત્સાહન આપવાનો કે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો નથી.  બોબ બ્લેકમેન ૨૫ જાન્યુઆરીએ કાશ્મીરમાં હિંદુઓના નરસંહારના ૩૩ વર્ષ પૂરા થવા પર હાઉસ ઓફ કોમન્સમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

(11:04 pm IST)