Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજસ્‍થાનના ભરતપુરમાં એરક્રાફટ ક્રેશ નહી : વાયુસેનાએ અકસ્‍માતના સમાચારોનું કર્યું ખંડન

નવી દિલ્‍હી તા. ૨૮ : ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્‍થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્‍ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્‍ટર સુરક્ષિત છે. શક્‍ય છે કે મધ્‍યપ્રદેશના મુરેનામાં પ્‍લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફટનો કાટમાળ ભરતપુરમાં પડ્‍યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્‍ફોર્મ ન્‍યૂઝ નથી.

ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્‍થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્‍ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્‍ટર સુરક્ષિત છે. શક્‍ય છે કે મધ્‍યપ્રદેશના મુરેનામાં પ્‍લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફટનો કાટમાળ ભરતપુરમાં પડ્‍યો હોય. જો કે, આ અંગે કોઈ કન્‍ફોર્મ ન્‍યૂઝ નથી. એરફોર્સે ભરતપુરમાં પ્‍લેન ક્રેશ થયાની વાતને નકારી કાઢી છે. મધ્‍યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે. આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્‍યા છે. પીએમઓને અકસ્‍માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્‍વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.

(5:03 pm IST)