Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

દિલ્હીમાં સ્પેશિઅલ પબ્લિક પ્રોસિક્યુટર્સ (SPPs) ની નિમણૂકનો વિવાદ : દિલ્હી રમખાણો અને ખેડૂતોના વિરોધના મુદ્દાઓ અંગે 'રાષ્ટ્રીય હિત'ની રક્ષા માટે SPP ની નિમણુંક જરૂરી હતી : કેન્દ્ર સરકારની દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ

ન્યુદિલ્હી : દિલ્હીમાં સ્પેશિઅલ પબ્લિક પ્રોસિક્યુટર્સ (SPPs) ની નિમણૂકના  વિવાદ મામલે દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ રજૂ કરી હતી. જેમાં જણાવાયા મુજબ દિલ્હી રમખાણો અને ખેડૂતોના વિરોધના મુદ્દાઓ અંગે 'રાષ્ટ્રીય હિત'ની રક્ષા માટે  SPP ની નિમણુંક જરૂરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટમાં વિશેષમાં જણાવ્યા મુજબ દિલ્હી એલજીએ દિલ્હી સરકાર સાથેના મતભેદોને ઉકેલવાના પ્રયાસો કર્યા હતા અને કલમ 239AA(4) હેઠળની સત્તાઓનો ઉપયોગ માત્ર અંતિમ ઉપાય તરીકે કરવામાં આવ્યો હતો. કારણ કે આ અત્યંત સંવેદનશીલ કેસો છે અને ગંભીર રાષ્ટ્રીય ચિંતાની બાબતો છે. જેણે ખૂબ આંતરરાષ્ટ્રીય ધ્યાન મેળવ્યું  હતું.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ અદાલતો સમક્ષ પેન્ડિંગ દિલ્હી રમખાણો અને ખેડૂતોના વિરોધના મુદ્દાઓની દલીલ કરવા માટે એસપીપીની નિમણૂકને લઈને વિવાદમાં છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:04 pm IST)