Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હાર્ટ એટેકના મોટાભાગના કેસ બાથરૂમમાં હોય ત્‍યારે જ કેમ બને છે?

બાથરૂમમાં હાર્ટ એટેકના ઘણા કારણો છેઃ આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો

નવી દિલ્લી, તા.૨૮: હાર્ટ એટેક માટે કોઈ સમય નક્કી નથી. મોટાભાગના હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્‍ટ સવારે બાથરૂમમાં આવે છે. તમને લાગી રહ્યું હશે કે આખરે આવું કેવી રીતે થાય છે. બાથરૂમમાં હાર્ટ એટેકના ઘણા કારણો છે, આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો. હવે ચાલો તમને જણાવીએ કે સવારે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? તો સૌ પ્રથમ સમજો કે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એટલે શું
વિજ્ઞાનની દ્રષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્‍ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા આપના શરીરમાં ઓક્‍સિજન અને જરૂરી પોષક તત્‍વો આપણા શરીરમાં પહોંચે છે. પરંતુ જયારે તમારા હૃદય સુધી ઓક્‍સીજન પહોંચાડતી ધમનીમાં પ્‍લાક જામવાને કારણે તકલીફ થાય છે. જેનાથી હૃદયની ધડકન અસંતુલિત થઈ જાય છે. જેના કારણે હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્‍ટ થઈ જાય છે.
કાર્ડિયાક અરેસ્‍ટ અચાનક થાય છે અને શરીરમાંથી કોઈ ચેતવણી પણ મળતી નથી. આનું કારણ હૃદયમાં થનારી ઇલેક્‍ટ્રિકલ ગરબડી છે, જે ધબકારાના તાલમેલને બગાડી દે છે. આમાં થોડા સમય માટે વ્‍યક્‍તિ બેભાન થઈ જાય છે અને પલ્‍સ ચાલુ હોય છે. જો યોગ્‍ય સમયે યોગ્‍ય સારવાર ન મળે તો સેકન્‍ડોમાં અથવા મિનિટોમાં મૃત્‍યુ થઈ શકે છે.
૧: સવારે જયારે આપણે ટોયલેટમાં જઈએ છીએ, દ્યણી વખત આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરીએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધુ પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ દબાણ પેદા કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્‍ટ થઈ શકે છે.
૨: બાથરૂમનું તાપમાન આપણા દ્યરના અન્‍ય રૂમ કરતા ઠંડું હોય છે. આ સ્‍થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધુ કામ કરવું પડશે. હાર્ટ એટેકનું પણ આ એક કારણ હોઈ શકે છે.
૩: આપણું બ્‍લડપ્રેશર સવારે થોડું વધારે હોય છે. આ સ્‍થિતિમાં, જયારે આપણે નહાવા માટે સીધા માથા પર વધુ ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ, ત્‍યારે તે બ્‍લડ પ્રેશરને અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
૪: જો તમે ભારતીય ટોયલેટનો ઉપયોગ કરો છો, તો તે જ સ્‍થિતિમાં લાંબા સમય સુધી બેસો નહીં. આ રીતે તમે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્‍ટથી બચી શકો છો.
૫: બાથરૂમમાં સ્‍નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્‍યાન રાખીને પહેલા પગના તળિયાઓને ભીંજાવો. આ પછી, માથા પર હળવા પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરો અને ઉતાવળ પણ ના કરો.
૬: જો તમે સ્‍નાન કરતી વખતે લાંબા સમય સુધી નહાવાના ટબ અથવા પાણીમાં રહો છો, તો પછી તે તમારી ધમનીઓને પણ અસર કરે છે. આ સ્‍થિતિમાં લાંબા સમય સુધી બાથટબમાં બેસવું નહીં.

 

(3:21 pm IST)