Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

'Why I killed Gandhi' : મેં ગાંધીની હત્યા કેમ કરી : 30 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મ ઉપર સુપ્રીમ કોર્ટમાં સ્ટે ની માંગણી : ફિલ્મ રાષ્ટ્રપિતાની છબીને બદનામ અને કલંકિત કરી નથુરામ ગોડસેના કૃત્યને મહત્વ આપે છે : સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપી નથી : સેન્સર બોર્ડના કાર્યક્ષેત્રની બહાર તેવા OTT પ્લેટફોર્મ ઉપર પણ નિયંત્રણ મુકવાની માંગણી

ન્યુદિલ્હી : 30 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી 'Why I killed Gandhi', મેં ગાંધીની હત્યા કેમ કરી ફિલ્મ ઉપર સ્ટે મુકવા માંગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં જણાવ્યા મુજબ આ ફિલ્મ રાષ્ટ્રપિતાની છબીને બદનામ અને કલંકિત કરી નથુરામ ગોડસેના કૃત્યને  મહત્વ આપે છે .તેમજ સેન્સર  બોર્ડે ફિલ્મને મંજૂરી પણ આપી નથી.તેથી સેન્સર બોર્ડના કાર્યક્ષેત્રની બહાર તેવા OTT પ્લેટફોર્મ ઉપર પણ નિયંત્રણ મુકવાની માંગણી કરવામાં આવી છે.

ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મ વિરુદ્ધ સ્ટે માંગતી અરજી સિકંદર બહેલ દ્વારા એડવોકેટ અનુજ ભંડારી દ્વારા દાખલ કરવામાં આવી છે.જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક વિસંગતતા, નફરત ફેલાવવા અને શાંતિને ખલેલ પહોંચાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2017માં બની હતી અને ક્યારેય થિયેટરમાં રિલીઝ થઈ ન હતી. રસપ્રદ વાત એ છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને સંસદ સભ્ય (MP) અમોલ કોલ્હે ફિલ્મમાં ગોડસેની ભૂમિકા ભજવી રહ્યા છે.
 

અરજદારે OTT પ્લેટફોર્મના નિયમનની પણ માંગ કરી હતી જે હાલમાં સેન્સર બોર્ડના કાર્યક્ષેત્રની બહાર છે અને વિવિધ OTT પ્લેટફોર્મ પર અનિયમિત અને સેન્સર વિનાની સામગ્રી પ્રકાશિત કરવામાં આવી રહી છે.તેવો આક્ષેપ કરાયો હોવાનું બી.એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

 

(12:13 pm IST)