Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

૧લી ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજુ કરશે નાણામંત્રીઃ આ વખતે હલવાને બદલે મિઠાઇએ સ્થાન લીધુ

મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે બજેટ

નવી દિલ્હી,તા. ૨૮: કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્રિનત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે પરંપરાગત હલવા સમારોહને બદલે, તેમના કાર્યસ્થળો પર 'લોક-ઇન' થવાને કારણે મુખ્ય કર્મચારીઓને આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલનું અવલોકન સાથે મીઠાઈઓ પૂરી પાડવામાં આવી હતી.

બજેટની ગુપ્તતા જાળવવા માટે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને 'લોક-ઇન' કરવામાં આવે છે. નોર્થ બ્લોકની અંદર સ્થિત બજેટ પ્રેસ, કેન્દ્રીય બજેટની રજૂઆત સુધીના સમયગાળામાં તમામ અધિકારીઓને રાખે છે. સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નજીકના અને પ્રિયજનોના સંપર્કમાં આવશે.

ઐતિહાસિક પગલામાં, ૨૦૨૧-૨૨નું કેન્દ્રીય બજેટ પ્રથમ વખત પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવનાર છે. સંસદના સભ્યો (સાંસદ) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની મુશ્કેલી મુકત અ'કસેસ માટે 'યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન' પણ લોન્ચ કરવામાં આવી હતી. સંસદમાં ૧લી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ થશે.

મોબાઇલ એપ્લિકેશન ૧૪ કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની સંપૂર્ણ અ'કસેસની મંજૂરી આપે છે, જેમાં બંધારણ દ્વારા નિર્ધારિત બજેટ ભાષણ, વાર્ષિક નાણાકીય નિવેદન (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ગ્રાન્ટ્સની માંગ (ડીજી), ફાઇનાન્સ બિલ વગેરેનો સમાવેશ થાય છે. મોબાઇલ એપ દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) છે અને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

(10:02 am IST)