Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ફેબ્રુઆરીમાં બેલેનો કારનું શાનદાર નવું મોડલ લોન્ચ કરાશે મજબૂત સેફ્ટી ફીચર સહિતના ફેરફારો આવે તેવી શક્યતા

બલેનો કાર લુક પ્રમાણે તેમજ એવરેજ દરેક રીતે લોકોને પસંદ આવી રહી છે

નવી દિલ્હી :મારુતિ સુઝુકીની હેચબેક કાર બેલેનોને લોકોએ ખૂબ જ વખાણી છે અને અત્યારે માર્કેટમાં બલેનો અલગ અલગ જગ્યાએ અવશ્ય જોવા મળે છે. બલેનોની વિશેષતા એ છે કે આ કાર 10 લાખથી વધુ વેચાઈ ચૂકી છે. આ ઉપરાંત પીકપ અને લુકમાં પ્રકારે અન્ય કારને પાછળ મૂકી દીધી છે.

બલેનોની સફળતા ને જોતા લોકો હજુ પણ આ કાર બુક કરાવી રહ્યા છે પરંતુ આગામી ફેબ્રુઆરી મહિનામાં મારુતિ સુઝુકી દ્વારા શાનદાર નવું મોડલ લોન્ચ કરવામાં આવશે. જેમાં અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવશે.

ખાસ કરીને એના આગળના જે સેફ્ટી ફીચર હતા તે સેફ્ટી ફીચર ને વધુ ધ્યાને લઇ મજબૂત સેફ્ટી ફીચર બલેનોના આ વખતે બનાવવામાં આવે તે પ્રકારની શક્યતા રહેલી છે.

બલેનો કાર લુક પ્રમાણે તેમજ એવરેજ દરેક રીતે લોકોને પસંદ આવી રહી છે જેથી આગામી સમયમાં જલ્દી જ નવી બલેનો નું મોડલ લોન્ચ થશે. જો તમે રાહ જોઇ રહ્યા હોવ તો તમારે હવે વધુ રાહ જોવાની જરૂર નથી

(9:47 pm IST)