Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હિન્દુસ્તાનના યુવા દુનિયાને બદલી શકે છે પરંતુ યુવાનો બેરોજગારીનો શિકાર છે: જયપુર રેલીમાં રાહુલના ચાબખા

ગત વર્ષે એક કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી: દેશમાં 45 વર્ષની સૌથી મોટી બેરોજગારી

જયપુર : કોંગ્રેસે રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે યુવા આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેરોજગારી, મોંઘવારી અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી હતી

   અલ્બર્ટ હોલથી યુવાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આપણી પાસે દુનિયાના સૌથી સારા અને હોશિયાર યુવા છે. હિન્દુસ્તાનના યુવા દુનિયાને બદલી શકે છે, પરંતુ આજનો યુવા બેરોજગારીનો શિકાર છે. ગત વર્ષે એક કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી છે

રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો પર ધ્યાન આપી રહી નથી. ભારતમાં 45 વર્ષની સૌથી મોટી બેરોજગારી છે. તેઓએ કહ્યું કે, હિન્દુસ્તાનને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઇચ્છે છે. રાહુલે આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઘણી યોજનાઓ બંધ કરી છે 

(8:43 pm IST)