Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન 'ઇન્ફિનીટી'લોન્ચ કર્યો

એક વર્ષ માટે પોલિસી ખરીદો અને વધારાના એક મહિનાનું વિસ્તરિત કવર મેળવો અને બે વર્ષ સાથે બે મહિનાનું કવર મેળવો

મુંબઇ, તા.૨૮: રિલાયન્સ કેપિટલના એક ભાગ એવા રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સે 'રિલાયન્સ હેલ્થ ઇન્ફિનીટી' નામનો કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્રોડકટની વિશિષ્ટ લાભો સાથે નાના ગ્રાહકોની આરોગ્યસંભાળની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટેકો પૂરો પાડવા માટે રચના કરવામાં આવી છે. વધુ કવર સાથે ગ્રાહકોને વધારાનું સમ ઇન્સ્યોર્ડ પ્રાપ્ત થશે, વધુ સમય જેમાં ગ્રાહકોને વધારાના સમયગાળા માટે કવર પૂરું પાડશે અને વધુ ગ્લોબલ એટલે કે જેમાં ગ્રાહકને ફકત ભારતમાં જ નહી પરંતુ આકસ્મિક હોસ્પિટલાઇઝેશન માટે વિશ્વમાં પણ ઇન્સ્યોર કરવામાં આવશે.

આજે મોટા ભાગની હેલ્થ પોલિસીઓ નવા યુગની સારવારને આવરી લેતી નથી, તેથી જેમ નામ સુચવે છે તેમ કે રિલાયન્સ હેલ્થ ઇન્ફિનીટી તે શૂયવકાશને ભરી દેશે, જે તે વ્યકિત સામાય હેલ્થ પોલિસી પાસેથી સામાન્ય રીતે વિચારી શકે તેના કરતા સોચસેજયાદાના ઉમેરણ સાથે વધુ ઓફર કરે છે.

હાલમાં બજારમાં ઉપલબ્ધ ખાસ કરીને પ્રવર્તમાન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ પેટા મર્યાદા અને સહ-ચૂકવણી સાથે આવે છે, જે ગ્રાહકો જયારે હોસ્પિટલાઇઝેશન વખતે કલેઇમ કરે છે ત્યારે  ભારે મુંજવણનો સામનો કરે છે. રિલાયન્સ હેલ્થ ઇન્ફિનીટીમાં હોસ્પિટલ રુમ ભાડા, રોડ એમ્બ્લુયલન્સ અને અંગદાતાના ખર્ચ માટે કોઇ પેટા મર્યાદા નથી. આ પ્લાન આયુષ ફાયદા સાથે પણ આવે છે, જેમાં આયુર્વેદ, યુનાની, સિદ્ઘ અને હોમિયોપેથી હેઠળ હોસ્પિટલમાં કરાયેલી સારવારના ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે.

આ પ્રોડકટમાં હોસ્પિટલાઇઝ થતા પહેલાના ૯૦ દિવસ અને ૧૮૦ દિવસ પછીનો તેમજ રૂ. ૩ લાખથી રૂ. ૧ કરોડ સુધીની બહોળી રેન્જને પણ કવર કરી લેવામાં આવી છે. તેથી ગ્રાહકો પોતાના ઇન્સ્યોરન્સ કવરેજની સામે કયો રુમ પસંદ કરવો તેની ચિંતા કર્યા વિના તેમની અગત્યની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રિલાયનસ હેલ્થ ઇન્ફિનીટીની રચના ગ્રાહકલક્ષી બને તે રીતે કરવામાં આવી છે અને તેને વિવિધ કવર્સ પ્રાપ્ત કરવા માટે સરળ બનાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઇ ઇન્સ્યોર્ડ વ્યકિત માંદગી કે ઇજાથી પીડીતો હોય અને તેને તબીબી સારવારની જરૂર હોય તો દરેક દિવસની સંભાળની પ્રક્રિયાઓનું ખર્ચ, ડોમિસિલીયરી હોસ્પિટલાઇઝેશન, આકસ્મિક વાહનવ્યવહાર અને તેનાથી વધુ કવર કરી લેવામાં આવ્યું છે. તેમાં ખાસ તબીબી સારવાર જેમ કે રોબોટિક સર્જરી, સ્ટેમ સેલ થેરાપી, પાર્કિન્સન અને અલ્ઝેઇમરના રોગ માટેની સહ ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. ઇન્સ્યોર્ડ વ્યકિતઓ ૫૦૦૦દ્મક વધુ કેશલેસ હોસ્પિટલમાં એકસેસ કરી શકશે અને પ્રિમીયમ પર ૩૦ ટકા ડીસ્કાઉન્ટ પણ મેળવી શકશે જેમાં સ્વૈચ્છિક ચૂકવણી, ૨/૩ વર્ષની પોલિસી, પરિવારમાં વ્યકિતગત સમ ઇન્સ્યોર્ડ અને રિન્યુઅલ ડીસ્કાઉન્ટનો પણ સમાવેશ થાય છે.

પ્રાથમિક કારણોમાંનું એક એ છે કે અસ્પષ્ટ પોલિસીઓ સાથે અસંખ્ય નિયમો અને શરતો હોય છે. અમારો ઉદ્દેશ દેશમાં બહોળું કવરેજ કરવાનો છે જેથી અમારા પ્રવર્તમાન અને સંભવિત ગ્રાહકોને ફાયદો આપી શકાય અને અમે માનીએ છીએ કે મજબૂત અને પારદર્શક પ્રોડકટ જેમ કે રિલાયન્સ હેલ્થ ઇન્ફિનીટી ઇન્સ્યોરન્સ આ પહેલમાં નિઃશંકપણે અનન્ય પ્રારંભ બનશે. અમારા મહત્ત્વના સિદ્ઘાંતોમાંના એક એવા ગ્રાહકલક્ષીતા સાથે અમને અમારા ગ્રાહક વર્ગ સુધી અમારી પ્રતિબદ્ઘતાને વેગ આપવાનું એવી પ્રોડકટ સાથે ગમશે જે ગ્રાહકોને હેલ્થકેર જરૂરિયાતોની વચ્ચે નિર્ણય લેવામાં વધુ મોકળાશ પૂરી પાડતી હોય.

(4:58 pm IST)