Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હું હવે પાછી નહીં આવું, દીકરાને પલંગમાં પુર્યો છે કાઢી લેજો.... કહી પત્નિ પ્રેમી સાથે થઈ રવાના

ચંડીગઢ, તા.૨૮: પંજાબના ચંદીગઢમાં બુરેલમાં રહેતા એક વ્યકિત જયારે કામ પરથી પરથી પરત ફર્યો ત્યારે તેને ઘરમાં તેની પત્ની અને અઢી વર્ષનો દીકરો મળ્યો નહીં. થોડા સમય સુધી દશરથ કુમારને પત્નીની રાહ જોઈ તેને લાગ્યું કે પત્ની દીકરાને લઈ પિયર ગઈ હશે. પરંતુ કલાકો સુધી જયારે તે પત્ની પરત ફરી નહીં તો દશરથ કુમારએ તેને ફોન લગાવ્યો. ફોન પર પત્નીએ કહેલી વાત સાંભળી દશરથ કુમારના હાથ પગ ઠંડા થઈ ગયા.

દશરથ કુમારને તેની પત્નીએ જણાવ્યું કે તે હવે પરત આવશે નહીં અને તેણે દીકરાને પલંગની અંદર બંધ કર્યો છે તેને કાઢી લે... ફોન મુકી જયારે દશરથ કુમારએ પલંગનું ઢાંકણુ ખોલ્યું તો દીકરાનો મૃતદેહ તેમાં પડ્યો હતો.

આ મામલે દશરથ કુમારએ પોલીસમાં પત્ની અને પ્રેમી વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની તેના દીકરાને મારી પ્રેમી સાથે ભાગી છે. હાલ આ મામલે પોલીસ મહિલા અને તેના પ્રેમીને શોધી રહી.

(4:58 pm IST)