Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બે વર્ષ બાદ રાબડી દેવી પતિ લાલુ યાદવને મળ્યા, કલાકો સુધી વાતો કરી

રાંચી, તા.૨૮: બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ પતિ અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી છે. સમવારે લગભગ બે વર્ષ પછી પહેલી વખત બેહિરના આ રાજકીય દંપતિએ કલાકો સુધી એક-બીજાની સાથે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન તેમની દીકરી મીસા ભારતી પણ ત્યાં હાજર હતી. મુલાકાત બાદ રાબડી દેવી મીડિયાને મળ્યા વગર જ ચાલ્યા ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે રાબડી દેવી પોતાની દીકરી મીસા ભારતીની સાથે રિમ્સ હોસ્પિટલ પહોંચી હતી. તેમણે પૂર્ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવા માટે જેલ પ્રશાસન પાસેથી વિશેષ પરવાનગી મેળવી હતી. નોંધનીય છે કે ચારા કૌભાંડના મામલામાં લાલુ રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે અને ૧૪ વર્ષની સજા ભોગવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી લાલુની તબિયત ઠીક નહીં હોવાના કારણે તેમને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેલ સુપરિટેન્ડેન્ટ એ કે ચૌધરીએ જણાવ્યું કે, શ્નજીક્નઊંદૃક પોતાના બીમાર પતિને મળવા માગતા હતા. જેલના નિયમો અનુસાર આ પ્રકારની પરિસ્થિતિમાં વિશેષ પરવાનગી આપવામાં આવતી હોય છે.લૃ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુને મળીને રાબડી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બંનેએ પેઈંગ વોર્ડના કોરિડોરમાં બેસીને કલાકો સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન ઘર-પરિવારથી માંડીને રાજકારણ અને પાર્ટીની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી.

(4:57 pm IST)