Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સમૂહલગ્નમાં મહિલા શિક્ષકોને કન્યાને શણગારવાની જવાબદારી સોંપાઈ : સોશિયલ મીડિયામાં ઉડી મજાક

યુપીમાં મુખ્યમંત્રી લગ્ન સમારોહમાં 20 મહિલા શિક્ષકોને 184 નવવધૂઓને શણગારવાની જવાબદારી બાદ વિવાદ થતા આદેશ કેન્સલ

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી શિક્ષકોની જનગણના અને ચૂંટણી જેવા કાર્યક્રમોમાં ફરજ સોંપાતી હોય છે ત્યારે હવે સમૂહ લગ્નમાં મહિલા શિક્ષકોને કન્યાને શણગારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વિવિધ જોક્સ બનવા લાગ્યા છે. વિરોધનો અવાજ સાંભળતાંની સાથે જ બેઝિક એજ્યુકેશન ઓફિસર ડો.સુર્યકાંત ત્રિપાઠીએ બીઈઓનો હુકમ રદ કર્યો હતો. આ સમગ્ર મામલો મૂળભૂત શિક્ષણ પ્રધાન ડો.સતિષચંદ્ર દ્વિવેદીનાં ગૃહ જનપદ સિદ્ધાર્થ નગરનો છે.

  સિદ્ધાર્થ નગર જિલ્લાનાં નૌગઢ બ્લોકમાં યોજાનારા મુખ્યમંત્રી લગ્ન સમારોહમાં 20 મહિલા શિક્ષકોને 184 નવવધૂઓને શણગારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિભાગનાં શિક્ષણાધિકારી ધ્રુવ પ્રસાદે હુકમનામું બહાર પાડ્યું અને તેટ્ટી બજારમાં યોજાનારા સમૂહ લગ્નમાં શણગારવાની જવાબદારી સોંપી. આ 20 નામોમાં શાળાની મુખ્ય શિક્ષિકા અને શિક્ષા મિત્ર પણ શામેલ છે.

 સોમવારે સવારે આ હુકમ જારી થતા શિક્ષકોનાં વિવિધ જૂથોમાં આ વાયરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં જોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. કોઈએ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટનાં આદેશની અવગણના છે. તો કોઈએ લખ્યું કે, વરરાજાને સજાવવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. પાયાનાં શિક્ષણ અધિકારી સૂર્યકાંત ત્રિપાઠીએ હંગામો જોઇને આ આદેશ રદ્દ કર્યો હતો.

(1:50 pm IST)