Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દિલ્હીમા વાણીવિલાસ બેફામ : ભાજપના સાંસદ પ્રવેશ શર્માએ શાહીનબાગ મામલે કહ્યું શાહ - મોદી પછી બચાવવા નહીં આવે

જબરો વિવાદ છતાં તેમણે પોતાનું નિવેદન પરત લેવાનું ના પાડી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચુંટણીને લઈને અત્યારે શિયાળીની ઠંડીમા પણ ગરમી વધી ગઈ છે. આ ચુંટણીમા હવે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગ પ્રદર્શનનો મોટો મુદ્દો બની ગયો છે. જેના પગલે ભાજપ નેતા સતત શાહીન બાગને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે.જેમાં હવે પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે મોટો વિવાદ ઉભો થયો છે.

   પ્રવેશ વર્માએ કહ્યું છે કે લાખો લોકો જ્યાં એકત્ર થાય છે શાહીન બાગમાં. દિલ્હીના લોકોએ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. તે તમારા ઘરમા ઘૂસશે. તમારી બહેન બેટીઓ સાથે બળાત્કાર કરશે. તેમને મારશે. આજે સમય છે. મોદી જી અને અમિત શાહ કાલે તમને બચાવવા નહીં આવે.

   આટલું જ નહીં પ્રવેશ વર્માએ કહ્યું કે જો ભાજપ દિલ્હીમાં સત્તામા આવશે તો કલાકોમા શાહીન બાગ ખાલી કરાવી દઈશું. તેમણે કહ્યું કે કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હૈદરાબાદમા લાગેલી આગ જલ્દી જ દિલ્હીના લોકોમાં દસ્તક આપશે. પ્રવેશ વર્માના નિવેદન પર સવાલ ઉભા કરવામા આવ્યા હતા પરંતુ તેમણે પોતાનું નિવેદન પરત લેવાનું ના પાડી હતી.

(12:12 pm IST)