Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હુબે-વુહાન આસપાસ ૩૦૦ કિ.મી.ના તમામ પ્રાંત-ગામો સીલ કરી દેવાયા

ચીનમાં કોરોના વાયરસે તબાહી મચાવીઃ કરોડો લોકો ઘરમાં પોત પોતાના રૂમમાં સ્વૈચ્છીક કેદઃ બસો-ટ્રેનો-ટેકસી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધઃ બીનસત્તાવાર ૩ લાખ લોકોને અસર

ચીનના મેડીકલ નિષ્ણાંતો-રિસર્ચરો વાયરસની રસી શોધવા ઉંધા માથેઃ તાત્કાલીક એક જ ધ્યેય કે કોરોના વાયરસનો ફેલાવો ન થાયઃ  લોકો એક બીજાને મળે નહિ. એક ઘરમાં ૫ રૂમ હોય તો બધા અલગ અલગ રૂમમાં રહે, એકબીજાને મળે નહિ તેવી તાકિદઃ ખોરાકની મોટી સમસ્યાઃ ખલ્લાસઃ દવાઓ નથીઃ એકલા વુહાન શહેરમાં ૪૦ હજાર કેસોઃ લોકો ટપોટપ મરે છેઃ

આજે એક દિમાં ૨૬ મોત થયા છેઃ ૧૭૭૧ નવા કોરોનાના કેસો, ૫૧૫ ગંભીરઃ બીજીંગમાં ૧, હુબેમાં ૨૪ અને હુનાનમાં ૧નું મોતઃ નવા  ૯ કેેસો સાજા થયા તેને ડીસ્ચાર્જઃ કુલ ૬૦ કેસો સાજા થયાઃ ૨૦૭૭ નવા શંકાસ્પદ કેસોઃ ૪૫૧૪ કુલ કન્ફર્મ કેસોઃ જેમા ૯૭૬ સીરીયસઃ  કુલ મોત ૧૧૦: ૬૯૭૩ નવા શંંકાસ્પદ કેસોઃ ૪૭૮૩૩  એવા લોકો છે જે કોરોના વાયરસના દર્દીઓના કલોઝ કોન્ટેકટમાં છે, તેના ઉપર બાજનજરઃ ૪૪૧૨૩ને મેડીકલ ઓબ્ઝવેશનમાં રાખ્યા.

(11:37 am IST)