Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઓશોના પ્રવચનમાં નવ રસોનું મિશ્રણ

ઓશોની વાણીનો, તેમની રજૂઆતનો, તેમના વકતૃત્વનો એક કલાકાર હોવાના નાતે હું હંમેશા ચાહક રહયો છું સારા સારા અભિનેતાઓમાં એટલે સુધી કે વિશ્વના મહાન કલાકારોમાં તેમના જેવી વાત કરવાની કળા નથી. બોલવામાં રમૂજ કયાં રજૂ કરવી, એક પણ શબ્દની પુનરોકિત ન કરવી, પોતાની વાણીમાં જાદુ લાવવોએ સામાન્ય વકતાના હાથની વાત નથી. તેઓ હજારો લોકો વચ્ચે બોલી રહયા હોય પણ એવું લાગે કે તેઓ એક એક વ્યકિત સાથે વાત કરી રહયા છે જાણે ઘરના ડ્રોઇંગ રૂમમાં બેસીને વાતચીત કરતા હોય.

ઓશોના પ્રવચનોમાં મને નવ રસોનું સંમિશ્રણ દેખાય છે. તેઓ હંસાવી શકે છે, રોવડાવી શકે છે, વાતાવરણોને ગંભીર બનાવી શકે છે, પોતાની વાતોથી અલબલાવી શકે છે. તેમની વાતોમાં એવું જબરદસ્ત ચૂંબક છે કે તેઓ દિવસો અથવા મહિનાઓ નહીં પણ ઉમરભર તમારા દિલો દિમાગ પર છવાઇ જાય છે. મારી સાથે પણ આવુજ થયું હતું.

શત્રુધ્ન સિંહા (અભિનેતા અને રાજકારણી)

(11:24 am IST)