Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દેશમાં ૫ મહિનામાં ચાઈલ્ડ પોનોગ્રાફીના ૨૫૦૦૦ મામલા

અમેરિકાએ ભારતને સોંપ્યા ચોંકાવનારા આંકડાઃ સૌથી વધુ કેસ દિલ્હીમાં તે પછી મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી અને પ.બંગાળમાં

નવી દિલ્હી, તા. ૨૮ :. અમેરિકાએ ભારતને ચાઈલ્ડ પોનોગ્રાફી સાથે જોડાયેલા ચોંકાવનારા આંકડા શોધ્યા છે. ભારત સાથે શેયર કરવામાં આવેલા રીપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા ૫ મહિનામાં ૨૫૦૦૦થી વધુ ચાઈલ્ડ પોનોગ્રાફી મટીરીયલ્સ અલગ અલગ સોશ્યલ મીડીયા પર અપલોડ કરવામાં આવેલ છે. આ ડેટા અમેરિકાના નેશનલ સેન્ટ્રલ ફોર મીસીંગ એન્ડ એકસપ્લોઈટેડ ચિલ્ડ્રન એ ભારતના નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોને સોંપેલ છે. ભારત અને અમેરિકાએ આ પ્રકારનો ડેટા સોંપવા સમજુતી કરી હતી.

મળતા અહેવાલો મુજબ આમા સૌથી વધુ કેસ દિલ્હીના છે. તે પછી મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી અને પ.બંગાળમાં ચાઈલ્ડ સેકસ્યુઅલ એબ્યુઝ મટીરીયલ્સ સોશ્યલ મીડીયા પર અપલોડ કરવામાં આવે છે. દરેક રાજ્યના આંકડા અલગથી સામેથી નથી આવ્યા પરંતુ સૂત્રોનું કહેવુ છે કે મહારાષ્ટ્રમાં આવા લગભગ ૧૭૦૦ મામલા સાયબર યુનિટને મોકલવામાં આવેલ છે. જે બાકીના રાજ્યોના પણ આવા જ હાલ છે.ગૃહ ખાતાના અધિકારીઓએ જણાવ્યુ છે કે આ રીપોર્ટ બાદ દેશભરમાં ધરપકડનો દોર શરૂ થયો છે. ૨૩ જાન્યુઆરી સુધી છેલ્લા ૫ મહિનામાં આવા ૨૫૦૦૦ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ૭ એ ફઆઈઆર નોંધાય છે. મુંબઈમાં જ ૫૦૦ કેસ છે. દિલ્હી, ગુજરાત અને કેરળ આ આંકડા આવ્યા તે પહેલા જ કાર્યવાહી કરી ચૂકયા છે.

(11:24 am IST)