Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાનું જંબો જેટ તૈયાર...

નવી દિલ્હી - બીજીંગ તા. ર૮ :.. ચીનમાં મહાઆતંકી કોરોના વાયરસના સત્તાવાર મૃત્યુઆંક હરણફાળ ભરતો વધતો જાય છે. સવાર સુધીમાં ૧૦૭ મોત થયા છે. ૧૩૦૦ નવા કેસો નોંધાયા છે. સૌથી વધુ કેસો હુબેઇ (hubei) પ્રાંતમાં છે ત્યાં ૧૦૦ ના મોત થયા છે. સમગ્ર દુનિયામાં ૪૪૭૪ બનાવોમાંથી એકલા ચીનમાં ૪૪૦૯ બનાવો નોંધાયા છે.

દરમિયાન વુહાનમાં ફસાયેલા ર૦૦ થી વધુ ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા એર ઇન્ડિયાનું જંબો બોઇંગ જેટ વિમાન બધી જ સામગ્રી સાથે તૈયાર રખાયાનું અને આ અંગે સરકારના નિર્ણયની રાહ જોવાઇ રહ્યાનું જાણવા મળે છે.

ભારતમાં દિલ્હી, મુંબઇ, કોલકત્તા, અમદાવાદ સહિત ૭ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કોરોના અંગે થર્મલ સ્ક્રીનીંગ થઇ રહેલ છે.

દરમિયાન વુહાનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો અને ભારત પરત આવેલ વિદ્યાર્થીને કોરોના વાયરસ લાગુ પડયાની શંકાથી જયપુર હોસ્પિટલમાં દાખલ કરેલ છે.  તો હૈદ્રાબાદમાં ચીનથી આવેલ ૪ અને બિહારની ૧ યુવતિને પણ ઓબ્ઝર્વેશનમાં રાખેલ છે.

(11:22 am IST)