Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

નાગરિકતા માટે આવેદન સમયે CAAમાં જણાવવો પડશે ધર્મ

હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ઘ, જૈન અથવા પારસી આવેદનને એ વાતનો સબૂત પણ આપવો પડશે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ અથવા તેની પહેલા ભારતમાં આવ્યા હોય

નવી દિલ્હી, તા.૨૮: નાગરિકતા સુધારા કાયદાને લઈને અનેક શહેરોમાં ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે અધિકારીઓએ એક મહત્વની જાણકારી આપી છે. હકીકતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાનના બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા કાયદા (CAA) હેઠળ ભારતીય નાગરિકતા માટે આવેદન આપતા સમયે પોતાનો ધર્મ પણ જણાવવો પડશે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ઘ, જૈન અથવા પારસી આવેદનને એ વાતનો સબૂત પણ આપવો પડશે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ અથવા તેની પહેલા ભારતમાં આવ્યા હોય.

એક સરકારી અધિકારીએ કહ્યું કે સીએએ હેઠળ જે ભારતીય નાગરિકતા ઈચ્છતા હોય તેમને પોતાના ધર્મનો સબૂત આપવો પડશે અને સીએએ હેઠળ જાહેર કરેલા નિયમોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. સીએએ અનુસાર, ધાર્મિક ઉત્પીડનના કારણે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખો, બૌદ્ઘ, જૈન, પારસીઓ અને ઈસાઈઓને ગેરકાયદેસર પ્રવાસી નહીં માનવામાં આવે અને તેને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સીએએ હેઠળ આસામમાં ભારતીય નાગરિકતા માટે આવેદન ભરવા માટે ઈચ્છતા લોકોને માત્ર ૩ મહિનાની સમયમર્યાદા મળી શકે છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણાંકિય મંત્રી હિંમત વિશ્વ સરમાએ સીએએ હેઠળ આવેદન માટે સીમિત સમય રાખવાની વિનંતી કરી હતી.

તેમણે કેટલાક અન્ય આસામ વિશિષ્ટ જોગવાઈઓનો પણ સીએએ નિયમાવલીમાં સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો. આ પગલું તેમણે આસામમાં સીએએ વિરુદ્ઘ ચાલુ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા ઉઠાવ્યું હતું. ગત વર્ષે સાંસદમાંથી આ કાયદો પસાર થયા પછી રાજયભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. હકીકતમાં આસામી મૂળના લોકોમાં એ ડર પ્રવર્તી રહ્યો છે કે આ કાયદાથી તેમના હિતોને રાજનૈતિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે નુકસાન પહોંચશે.

(10:43 am IST)