Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

બોડો કરારથી શાંતિ, સંવાદિતા અને એકતાની નવી શરુઆત થશે: વડાપ્રધાન મોદી

બોડો જૂથો સાથે આજે કરાયેલા કરારથી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો આવશે.

નવી દિલ્હી : બોડો આતંકી સંગઠનો સાથે સોમવારે ગોહાટી પહોંચેલા ભારતનાં ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા સમજૂતી કરારની પ્રશંસા કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ કરારથી શાંતિ, સંવાદિતા અને એકતાની નવી શરૂઆત થશે. તેમણે કહ્યું કે જેઓ સશસ્ત્ર સંઘર્ષ જૂથો સાથે સંકળાયેલા હતા તે મુખ્ય પ્રવાહમાં ફરી જોડાશે અને રાષ્ટ્રની પ્રગતિમાં ફાળો આપશે. વડા પ્રધાને કહ્યું કે આ કરારથી બોડો લોકો માટે સકારાત્મક પરિણામો આવશે કારણ કે તે મુખ્ય પક્ષોને એક બંધારણમાં સાથે લાવશે અને બોડો લોકોને વિકાસલક્ષી પહેલ સુધી પ્રવેશ મળશે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું, 'શાંતિ, સંવાદિતા અને એકતાની નવી ભોર ! ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. બોડો જૂથો સાથે આજે કરાયેલા કરારથી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો આવશે. તેમણે કહ્યું કે આ કરાર ઘણી રીતે જુદો છે કારણ કે તે મુખ્ય પક્ષોને કાર્યકારી માળખામાં સાથે લાવે છે.

તેમણે કહ્યું, 'જેઓ પહેલા સશસ્ત્ર સંઘર્ષ જૂથો સાથે સંકળાયેલા હતા હવે તેઓ મુખ્ય ધારામાં જોડાશે અને રાષ્ટ્રની પ્રગતિમાં ફાળો આપી રહ્યા છે.' એક અન્ય ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું કે બોડો જૂથો સાથેના કરારથી બોડો લોકોની વિશિષ્ટ સંસ્કૃતિની જાળવણી અને લોકપ્રિયતા વધુ થશે. તેમણે કહ્યું, ' ઘણી વિકાસલક્ષી પહેલને પ્રવેશ મળશે. બોડો લોકો તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકશે, અમે દરેક શક્ય સહાય કરવામાં પ્રતિબદ્ધ છીએ.

આસામના ખતરનાક આતંકવાદી જૂથોમાંના એક નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) સાથે કેન્દ્ર સરકારે સોમવારે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બોડો રાજ્યની માંગને લઈને ઘણા સમયથી આંદોલન કરી રહેલા ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ) એ પણ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, એનડીએફબીના ચાર જૂથોના નેતૃત્વ, ગૃહ મંત્રાલયના એબીએસયુના સંયુક્ત સચિવ સત્યેન્દ્ર ગર્ગ અને આસામના મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણા દ્વારા ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા હતા.

(1:15 am IST)
  • રાજ્યમાં ફરી હેલ્મેટ નિશ્ચિત..ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન : સરકારે હાઇકોર્ટમાં કહ્યું હેલમેટ ફરજિયાત : ગુજરાત હાઇકોર્ટમાં સરકારની દલીલ: હેલમેટ મુદ્દે કોઇ પરિપત્ર જાહેર કર્યો જ નથી :સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત;કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા કર્યો આદેશ access_time 5:24 pm IST

  • નેપાળમાં કોરોનાનો પ્રથમ કેસ પશ્ચિમ બંગાળમાં 'પાણી ટાંકી' એન્ટ્રી પોઈન્ટ ઉપર બાજ નજર : આરોગ્ય ખાતાએ જણાવ્યુ છે કે નેપાળમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાતા ભારત સરકારે પશ્ચિમ બંગાળના, નેપાળથી આવનારાઓ માટેના એન્ટ્રી પોઈન્ટ ગણાતા, 'પાની ટાંકી' ખાતે ખાસ તકેદારી અને સ્ક્રીનીંગ સાથેના પગલાઓ લીધા છે access_time 1:09 pm IST

  • નિર્ભયા કેસ : દોષિત મુકેશનો આરોપ : જેલમાં અક્ષય સાથે ''સંબંધ'' બાંધવા મને મજબુર કરાયો : જેલમાં ફરજીયાત સેકસ કરાવાયું અને તે પણ અન્ય દોષિત સાથે access_time 4:56 pm IST