Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સ્કૂલ ગર્લ્સને અશ્લીલ ઈશારા કરતા યુવકના બધા કપડા ઉતારાવી જાહેરમાં મહિલાઓએ કરી ધોલાઈ

-પંજાબના અંબાલાનો મનાતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી : એક દુકાન પર નોકરી કરનારો છોકરો ત્યાંથી પસાર થતી સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો અને ઈશારા કરતો હતો. આ વાતની જાણ જ્યારે વિદ્યાર્થીનીઓના પરિવારજનોને થઈ તો તેમણે છોકરાને પકડ્યો અને પછી એક-એક કરીને તેના કપડાં ઉતારાવ્યા. ત્યારબાદ મમ્મીઓએ તેની એટલી ધોલાઈ કરી કે તેની શાન ઠેકાણે આવી ગઈ. આ મામલો પંજાબના અંબાલા શહેરનો છે.

અંબાલામાં સગીર વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરનારો યુવક સોમવારે લોકોના હાથે ઝડપાઇ ગયો અને પછી લોકોએ તેના બધા જ કપડાં ઉતારાવીને તેની ધોલાઈ કરી નાંખી હતી. હંગામા બાદ લોકોએ યુવકને પોલીસના હવાલે કરી દીધો, જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓને આ યુવક અશ્લીલ ઈશારા કરતો હતો, જેને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનો ઈનકાર કરી રહી હતી. આ વાત જ્યારે તેમના પરિવારજનોને ખબર પડી તો બધી મમ્મીઓએ ભેગા થઈ તે યુવકને પકડીને તેના કપડાં ઉતારાવ્યા અને પછી તેની ધોલાઈ કરી હતી અને બાદમાં તેને પોલીસના હવાલે કરી દીધો હતો. યુવકની ધોલાઈ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

(12:16 am IST)