Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અનંતનાગમાં બે આતંકીઓને ઘેરી લીધા : એક જવાન શહીદ : એક ઘાયલ: પથ્થરબાજોએ સુરક્ષા દળોનો રસ્તો અટકાવવા પ્રયાસ કર્યો

નંતનાગના બિજબેહડા વિસ્તારના અરવાની ગામમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા

શ્રીનગર : અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો છે જયારે એક ઘાયલ થયો છે  સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ હોવાની સંભાવના છે. કેટલાક સ્થાનિક લોકો પણ આતંકવાદીઓને બચાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ આ અભિયાનને પ્રભાવિત કરવા સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો, પરંતુ સૈનિકોના બીજા જૂથે પહેલેથી જ તૈયાર કરેલા વિરોધીઓને ત્યાંથી દૂર ખસેડ્યા હતા. હાલમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. શહીદ થયેલા સૈનિકની ઓળખ હજી જાહેર થઈ નથી.
  સુરક્ષા દળો કહે છે કે તેઓને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, જિલ્લા અનંતનાગના બિજબેહડા વિસ્તારના અરવાની ગામમાં બેથી ત્રણ આતંકવાદીઓ જોવા મળ્યા છે. માહિતીના આધારે આર્મી, સીઆરપીએફ અને એસઓજીની ટુકડીઓએ વિસ્તારને ઘેરી લેતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ અચાનક સુરક્ષા દળો પર ગોળીબાર કરી દીધો. આ ગોળીબારમાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક જવાન સારવાર દરમિયાન ઈજાઓએ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય યુવકની સારવાર ચાલી રહી છે.

પોલીસ કહે છે કે વિસ્તારના કેટલાક લોકોએ સુરક્ષા દળોના આ ઓપરેશનને પ્રભાવિત કરવા માટે પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ મુકાબલો સ્થળે આવી ઘટનાઓને પહોંચી વળવા સૈનિકોની અન્ય ટીમો પહેલેથી હાજર

 

(12:07 am IST)