Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

નાગરિકતા સંશોધન કાનૂનઃ રાહુલ-પ્રિયંકા પહોંચ્યા માનવાધિકાર આયોગ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં પાર્ટી પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મુલાકાત કરી અને ઉતરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરૃદ્ધ પ્રદર્શન કરી રહેલ લોકોના માનવાધિકાર હનન સંબંધમા એમણે વિસ્તૃત જાણકારી આપી હતી.

કોંગ્રેસ પ્રતિનિધિમંડળમાં સામેલ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ આયોગની મુલાકાત પછી અહીં પત્રકારોને કહ્યું કે શ્રીગાંધી તથા શ્રીમતિ વાડ્રાએ આયોગને ઉતરપ્રદેશમાં નાગરિકોના માનવાધિકાર હનન વિશે વિસ્તારથી અવગત કરાવ્યા. આયોગેે અર્ધા કલાક સુધી કોંગ્રેસ નેતાએાની વાત સાંભળી એમણે કહ્યું રાજયમા દિનદહાડે માનવાધિકારોનું હનન થાય છે.

પ્રવકતાએ કહ્યું કે આયોગને આ વાતપણ બતાવી કે પ્રદેશમાં ર૩ વ્યકિતઓ વિરૃદ્ધ પ્રદર્શનને લઇ પ્રાથમિકતા આપવામાં આવી. એકપણ પોલીસ કર્મી. વિરૃદ્ધ પ્રાથમિકતા દાખલ નથી થઇ. લોકોને ગોળી લાગી છે અન તેના પર ઇજાના નિશાન છે.

(12:00 am IST)