Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એ નથી સાબિત કરવાનું કે ભારત આપના બાપનું છે: પરંતુ એ સાબિત કરવાનું છે કે, આપના બાપ ભારતના છે: પરેશ રાવલ

પરેશ રાવલનું ટ્વિટ વાયરલ થતા સોશિયલ મીડિયા યૂઝર્ની જબરી પ્રતિક્રિયા

મુંબઈ : બોલીવુડ અભિનેતા અને રાજકીય નેતા પરેશ રાવલ કોઇપણ મુદ્દા પર પોતાની વાત ખુલીને રજૂ કરે છે. ત્યારે એકવાર ફરી પરેશ રાવલે સીએએ (CAA), NPR, NRC પર પોતાની વાત રાખતા ટ્વિટ કર્યું છે. પરેશ રાવલનું ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  25 જાન્યુઆરીએ પરેશ રાવલે એક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં અભિનેતાએ લખ્યું, 'મિત્રો, આપે એ નથી સાબિત કરવાનું કે ભારત આપના બાપનું છે. પરંતુ આપે એ સાબિત કરવાનું છે કે, આપના બાપ ભારતના છે.' પરેશ રાવલનું આ ટ્વિટ ચર્ચામાં આવ્યું છે.

   આ વાત તો સ્પષ્ટ છે કે, સીએએ અને એનઆરસીને લઇને ન માત્ર સામાન્ય લોકો પરંતુ બોલીવુડ સ્ટાર પણ વહેંચાઇ ગયા છે. કેટલાક સ્ટાર તેના સમર્થનમાં છે તો અન્ય સીએએ અને એનઆરસી (NRC)ના વિરોધમાં. ત્યારે રાજકારણી પરેશ રાવલ લાંબા સમયથી પોતાની વાત સોશિયલ મીડિયામાં મુકતા આવ્યા છે.

(12:00 am IST)