Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એર ઇન્ડિયામાં ખાનગીકરણને મંજુરીથી કંપનીનાં કામદાર યુનિયનમાં આક્રોશ : વિવિધ કામદાર સંગઠનો બેઠક કરશે

એર ઇન્ડીયામાં 100 ટકા હિસ્સો વેચવાની ઘોષણા કર્યા બાદ આ બેઠક બોલાવી

નવી દિલ્હી : મોદી સરકાર દ્વારા એર ઇન્ડીયાનુ ખાનગીકરણ કરવા માટે એક ટેન્ડર જારી  કરતા કંપનીના  વિવિધ કામદાર સંગઠનો બેઠક યોજશે.સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મોદી સરકારે એર ઇન્ડીયામાં 100 ટકા હિસ્સો વેચવાની ઘોષણા કર્યા બાદ આ બેઠક બોલાવી છે,

  અત્રે ઉલ્લેખનિય છે કે દિવસની શરૂઆતમાં સરકારે કંપનીનો હિસ્સો વેચવા માટે ટેન્ડર દસ્તાવેજ સોમવારે જારી કર્યા, તેમાં ઇચ્છુક પક્ષો પાસે 17 માર્ચ સુંધી લેટર ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

  એર ઇન્ડીયાનાં વિવિધ કામદાર સંગઠનોનાં પ્રતિનિધિ અહીં સરકારનાં ખાનગીકરણનાં પ્રસ્તાવ પર ચર્ચા કરશે, એર ઇન્ડિયાનાં લગભગ એક ડઝન જેટલા માન્યતા પ્રાપ્ત શ્રમિક સંગઠન છે.

ટેન્ડર દસ્તાવેજ અનુસાર એર ઇન્ડિયાનાં ડિસઇન્વેસ્ટમેન્ટ અનુસાર સરકાર એર ઇન્ડિયાની સસ્તી હવાઇ સેવા એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પણ 100 ટકા હિસ્સો વેચશે.

તે ઉપરાંત એર ઇન્ડિયાનાં સિંગાપોર એરલાઇન્સની સાથેનાં સંયુક્ત સાહસ એર ઇન્ડિયા-સૈટ્સ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો વેચશે. એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ પણ સફળ બોલી લગાવનારાને હસ્તાત્તરિત કરવામાં આવશે.

(12:00 am IST)