Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પાકિસ્તાનમાં છેલ્લા 75 દિવસમાં 53 હિન્દૂ તથા શીખ લઘુમતી કોમની યુવતીઓના અપહરણ : તાજેતરમાં થયેલા 2 હિન્દૂ યુવતીઓના અપહરણ પૈકી એકને લગ્ન મંડપમાંથી ઉઠાવી જવાઈ હતી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા 75 દિવસમાં 53 હિન્દૂ તથા શીખ લઘુમતી કોમની યુવતીઓના અપહરણ થયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.ઉપરાંત તાજેતરમાં થયેલ 2 હિન્દૂ યુવતીઓના અપહરણ પૈકી એક યુવતીને તો લગ્ન મંડપમાંથી ઉઠાવી જવાઈ હતી તેવું દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અહેવાલ દ્વારા જાણવા મળે છે .

વિશેષમાં જણાવાયા મુજબ હજુ 2 દિવસ પહેલા ઉઠાવી જવાયેલી કવિતા નામક યુવતીનો કોઈ પત્તો નથી તેના મા-બાપ રોડ ઉપર ધરણામાં બેઠા છે.

(2:15 pm IST)