Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મહત્વની બેઠક

૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઇને થઇ શકે છે મોટુ એલાન

નવી દિલ્હી,તા. ૨૭: આગામી વર્ષે પાંચ રાજયોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઇને આજે મોટું એલાન થઇ શકે છે. ચૂંટણી પંચ અને અને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની બેઠક થવા જઇ રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં પાંચ રાજયોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે હાલની કોરોના સ્થિતિ પર ચર્ચા થશે. ચૂંટણી પંચ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણથી કોવિડની સ્થિતિની સમિક્ષા કરશે. આ બેઠકમાં કેટલાક અધિકારીઓ પણ સામેલ થશે.

જણાવી દઇએ કે અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી મોદી અને ચૂંટણી પંચને કોરોનાની પરિસ્થિતિ જોઈને વિધાનસભા ચૂંટણીને હાલ ટાળવાની અપીલ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી પંચે આગામી અઠવાડિયે ઉત્ત્।રપ્રદેશની મુલાકાત કરી પરિસ્થિતિની સમિક્ષા લીધા બાદ કોઈ નિર્ણય કરવાની વાત કહી હતી. ચૂંટણી પંચ ચૂંટણી પહેલા તૈયારીઓની સમિક્ષા લેવા માટે પહેલા જ પંજાબ, ગોવા અને ઉત્ત્।રાખંડનો પ્રવાસ કરી ચૂકયા છે. મંગળવારે ઉત્ત્।રપ્રદેશની મુલાકાત લેવાના છે.

ઉલ્લેખનીય છે કે, ગોવા, પંજાબ, ઉત્ત્।રાખંડ અને મણિપુર વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે માર્ચમાં પૂર્ણ થઇ રહ્યું છે, જયારે ઉત્ત્।રપ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થશે. જણાવાઇ રહ્યું છે કે, EC પ્રચાર, મતદાનના દિવસો અને મતગણતરીની તારીખો માટે પોતાના કોરોના પ્રોટોકોલમાં સુધારાને લઇને સૂચનો પણ માંગી શકે છે.

(10:03 am IST)