Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ધન્યવાદ જેટલી:પીએમ જે કહે છે તેનો તે અર્થ નથી હોતો અને પીએમ એ વાત નથી કરતા જેનો કોઈ અર્થ હોય છે :રાહુલ ગાંધીનો કટાક્ષ

રાહુલે હેશટેગ ''બીજેપીલાઇઝ 'નો ઉપયોગ કરીને મોદીના પ્રવચનનો વિડીયો મુક્યો જેમાં મોદી પાકિસ્તાનના ષડ્યંત્રની વાત કહે છે

નવી દિલ્હી :મનમોહનસિંહ પ્રકરણમાં રાજ્યસભામાં નાણામંત્રી અરુણ જેટલીની સ્પષ્ટતા પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે તેઓએ  જેટલીના નિવેદનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી રાહુલે કહ્યું કે ''ધન્યવાદ મિસ્ટર જેટલી,દેશને યાદ અપાવવા માટે કે આપણા પીએમ જે કહે છે તેનો તે અર્થ નથી હોતો અને પીએમ તે વાત નથી કરતા જેનો કોઈ અર્થ હોય છે '' દરમિયાન રાહુલે તેઓને હેશટેગ ''બીજેપીલાઇઝ 'નો ઉપયોગ કર્યો હતો પોતાના ટ્વીટ સાથે રાહુલે પીએમના ભાષણનો વિડીયો રાખ્યો જેમાં મોદીએ ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનું ષડ્યંત્ર હોવાની વાત કહી હતી

 

(12:24 am IST)