Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દેશમાં રેલવે સ્ટેશનોના યોગ્ય ઉપયોગ પર પૂર્ણ ધ્યાન અપાશે

રેલ્વે સ્ટેશનોને વધારે આધુનિક બનાવાશે : અટવાયેલા પ્રોજેકટોને વહેલી તકે પૂર્ણ કરવા ઉપર પણ ધ્યાન અપાશે : પાંચ વર્ષમાં રેલવેના ચહેરાને સંપૂર્ણ બદલાશે

નવીદિલ્હી,તા. ૨૭:  ભારતીય રેલવેને વધુ સંપત્તિ સાથે સજ્જ કરવા માટે  તૈયારી કરી લેવામાં આવી છે. રેલવેની સંપત્તિના વધુ અસરકારક  ઉપયોગના મામલે ધ્યાન આપવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. સાથે સાથે લોકોની તકલીફો દૂર કરાશે. મધ્યમ અવધિમાં રેલવે ફાઇનાન્સને સુધારવાના પાસા ઉપર પણ ધ્યાન અપાશે. થોડાક સમય પહેલા એસબીઆઈને કેટલીક વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.   રેલવેના ઓપરેશનમાં વધારે ખાનગી સેક્ટરને પ્રોત્સાહન આપવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.  રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવા અને તેના પોતાના ઓપરેશનને ઘટાડવા પણ ઇચ્છુક છે. રેલવે સ્ટેશનોને યોગ્ય ઉપયોગને પણ ધ્યાનમાં લેવામાં આવશે. રેલવે જમીન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, બેટા, એડવર્ટાઇઝિંગ, તેના યુનિટોને વધુ સરળ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષની અંદર રેલવેના ચહેરાને બદલી નાંખવા માટે વિશેષ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.રેલવે દ્વારા જે સૌથી મોટી તકલીફનો સામનો કરવામાં આવી રહ્યો છે તે ૩૨૦૦૦ કરોડના પગાર બિલમાં વધારાનો સમાવેશ થાય છે. સાતમાં વેતન પંચના અહેવાલને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રેલવે ઉપર બિનજરૃરી બોજ પડશે.

રેલવેનુ કહેવું છે કે, જ્યારે પ્રોજેક્ટો પૂર્ણ થતાં નથી અને ખર્ચ વધી જાય છે ત્યારે નવી સમસ્યા સર્જાય છે. રેલવે યાત્રીઓને વધુ સુવિધા આપવા માટે વિદેશીની પણ મદદ લેવામાં આવશે. સ્ટેશન ડેવલપમેન્ટ માટે દક્ષિણ કોરિયાની મદદ લેવાશે.

 

(1:18 pm IST)