Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

૨૪ કલાકમાં ૮૩૧૮ કેસ નોંધાયા : ૪૬૫ સંક્રમિતોના મોત

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે : દેશમાં નોંધાતા કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઇ રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સાહે પાંચમી વખત ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ ૫૦માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૫૩માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે.  
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૧૮ નવા કેસ નોંધાયા છે અને ૪૬૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦૯૬૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૭,૦૧૯ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૬૬૩૨ કેસ નોંધાયા છે અને ૩૮૮ સંક્રમિતોના મોત થયા છે.
શુક્રવારે ૧૦,૫૪૯ નવા કેસ અને ૪૮૮ લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે ૯૧૧૯ નવા કેસ અને ૩૯૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે ૪૩૭ લોકોના મોત થયા હતા અને ૯૨૮૩ કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં અત્યાર સુધીમાં ૧૨૧,૦૬,૫૮,૨૬૨ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૫,૫૮,૦૧૭ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
ઈન્ડિયન કાઉંન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે ૬,૬૯,૩૫૪ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસ ૩ કરોડ ૪૫ લાખ ૬૩ હજાર ૭૪૯ થયા. કુલ ૩ કરોડ ૩૯ લાખ ૮૭ હજાર ૭૯૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા.  ૧ લાખ ૭ હજાર ૦૧૯ થયા.

 

(11:30 am IST)