Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

આ તો સરકાર છે કે સેલ્સમેન !: ઉત્તર પ્રદેશની સરકાર તેના ધનિક મિત્રોને એક્સપ્રેસ હાઈવે વેચી દેવાની તૈયારીમાં: અખિલેશ યાદવના આકરા પ્રહારો: અમે સત્તા ઉપર આવશું એટલે તપાસ કરાવીશું

લખનૌ: યુપી સરકાર હવે ઉત્તરપ્રદેશના 'એક્સપ્રેસ હાઈ-વે' તેમના સમૃદ્ધ મિત્રોને સોંપવાની તૈયારી કરી રહી છે. જે લોકો લિઝ ઉપર આ હાઈ-વે આપીને કૌભાંડ દ્વારા  સરકારને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ હવે આ  'એક્સપ્રેસ હાઈ-વે'  ઉપર મનમાન્યો.. મનસ્વી ટોલ વસૂલ કરીને લોકોનું શોષણ કરશે.  જ્યારે પણ સત્તા ઉપર સમાજવાદી પક્ષની સરકાર આવશ ત્યારે આ મહા ગોટાળાની તપાસ કરવામાં આવશે તેમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સર્વેસર્વા અખિલેશ યાદવે જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ તો સરકાર છે કે સેલ્સમેન !

(10:44 pm IST)
  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST