Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સોનૂ સુદને મળવા માટે તેનો ચાહક સાાયકલ લઈને બિહારથી મુંબઈ આવવા નીકળ્યો

૧૭૦૦થી વધુ કિમીની સાઈકલ પર મુસાફરી કરવા નીકળેલા ફેન વિશે સોનૂ સુદને ખબર પડી તો તેને અડધે રસ્તે જ રોકયો અને ફલાઇટમાં બોલાવ્યો

નવી દિલ્હી,તા. ૨૭: કોરોના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન સમયગાળા દરમિયાન અનેક લોકોની મદદ કરનાર પરંતુ ખાસ કરીને મજુરો એન મજબુરીવશ લોકો માટે સાક્ષાત ભગવાન બનીને આવેલા સોનૂ સૂદ રિયલ હિરો બની ગયો છે. આજે પણ આ એકટર જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યો છે. હવે સોનુ સૂદને મળવા માટે તેનો એક ફેન બિહારથી જ મુંબઈ આવવા સાઈકલ લઈને નિકળી પડ્યો હતો.

આ વાતની જાણ થતા જ સોનુ સૂદે સમય બગાડ્યા વગર જ વારાણસી પહોંચેલા તેના ફેન માટે મુંબઈ માટે ફ્લાઈટની ટિકીટ બુક કરાવી દીધી હતી. એકટરે તેના ફેન અરમાન સાથે વાત કરી અને તેને કહ્યું કે તું મને મળવા માંગે છે હું તને મળીશ પરંતુ તુ આવું ન કરીશ. તેને સમજાવ્યો અને તેના માટે વારાણસીથી ફ્લાઈટ બુક કરાવી અને ફ્લાઈટ મારફતે મુંબઈ આવવા માટે કહ્યું.

ખાસ વાત એ છે માત્ર અરમાન જ નહીં પણ તેની સાયકલ પણ મુંબઈ આવશે. સોનૂ સૂદે અરમાન અને તેની સાયકલની પટના જવા માટેની ફ્લાઈટની ટીકિટનું બુકિંગ પણ કરાવી દીધું છે. આ મામલે સોનૂ સૂદે કહ્યું હતું કે, સાયકલ સાથે તેને એટલો બધો લગાવ છે તો તેને અધવચ્ચે કેવી રીતે છોડી શકે.

(9:34 am IST)
  • લાલુનો જેલવાસ ૧૧ ડિસેમ્બર સુધી લંબાયો : આરજેડી પક્ષના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને આજે ફરી જામીન મળ્યા નથી : ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે : તેમની જામીન અરજીની સુનાવણી હવે ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે access_time 1:08 pm IST

  • દિલ્હીમાં હજારો ખેડૂતોને રાખવા માટે ૮ મોટા સ્ટેડીયમોમાં જેલ ઉભી કરાશે : હજારો ખેડૂતો દ્વારા દિલ્હી ચલો કૂચ આગળ વધી રહી છે ત્યારે કેજરીવાલની આપ સરકાર પાસે દિલ્હી પોલીસે ૮ મોટા સ્ટેડીયમોની માંગણી કરી છે : પોલીસ આ સ્ટેડીયમોનો ઉપયોગ કામચલાઉ જેલ તરીકે કરવા માગે છે access_time 12:51 pm IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST