Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ભાજપ મારી હત્યાનું ષડયંત્ર રચી રહી છે ;લાલુપ્રસાદ યાદવનો આરોપ

સુરક્ષા ઘટાડા બાદ તેજપ્રતાપે આપેલ નિવેદન ખોટું અને પિતૃમોહ છે :

પટના :પોતાની સુરક્ષા ઘટાડવા મામલે આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યુ હતું તેમણે જણાવ્યુ હતું કે ભાજપ મારી સામે ષડયંત્ર રચી રહી છે.પોતાના પુત્ર તેજપ્રતાપ યાદવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી વિરુદ્ધ આપેલ નિવેદનને ખોટુ ગણાવતા લાલુપ્રસાદે જણાવ્યુ હતું કે તે તેનો પિતૃમોહ છે જેના પણ પિતાની સુરક્ષા સામે આવુ ષડયંત્ર રચાતુ હોય તે પુત્ર પિતાના સમર્થનમાં આવેષમાં આવી જાય તે સ્વાભાવિક છે.

(10:58 pm IST)