Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

તેજ પ્રતાપના નિવેદનોને સમર્થન આપતા જ નથી

પોતાના પુત્રને સમજાવશે : લાલૂ

પટણા,તા. ૨૭ : રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ પ્રસાદ યાદવે પોતાના પુત્ર તેજ પ્રતાપ યાદવના વિવાદાસ્પદ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. લાલૂએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેઓ તેજ પ્રતાપના નિવેદનને સમર્થન આપતા નથી. ઝેડ પ્લસથી ઝે સિક્યુરિટી આપવાને લઇને લાલૂએ પટણામાં કહ્યું હતું કે, જો મોદી એમ વિચારે છે કે, તેઓ ડરી ગયા છે તો આવું બિલકુલ નથી. તમામ લોકો અને ખાસ કરીને બિહારના બાળકો પણ તેમની સુરક્ષા માટે તૈનાત રહેલા છે.  લાલૂ યાદવે તેજ પ્રતાપના નિવેદન અંગે કહ્યું હતું કે, જો એક પુત્રને જાણવા મળે છે કે તેના પિતાની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે તો સુરક્ષાને પરત લઇ લેવામાં આવી છે. જો આવું થશે તો પ્રતિક્રિયાઓ આવશે પરંતુ આ પ્રકારના નિવેદનને તેઓ સમર્થન આપતા નથી. લાલૂએ કેન્દ્ર ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, આ કાવતરાના ભાગરુપે છે. જો તેમના ઉપર હુમલો થશે તો આના માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર રહેશે. પટણામાં લાલૂએ કહ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ભવિષ્યમાં દેશમાં ચૂંટણી યોજાનાર છે. લાલૂએ કહ્યું હતું કે, અમે દેશમાં અન્ય કોઇ જગ્યાએ જઇએ તેમ મોદી ઇચ્છતા નથી. તેમને જેલ ભેગા કરવાના કાવતરા ઘડાઈ રહ્યા છે. લાલૂની સુરક્ષા ઘટાડવાથી નારાજ લાલૂના પુત્ર તેજ પ્રતાપે આજે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીની ચામડી ઉતારી લેશે.

 

(7:47 pm IST)