Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

અગત્‍યના સમાચારો ઉડતી નજરે...

-અમદાવાદમાં ભાજપના કાર્યકરને છરી ઝીંકી : અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આજે જાહેરમાં ભાજપના કાર્યકર્તા રવુફ શેખ ઉપર હુમલો થતા દોડધામ મચી ગઈ છે, તેમને ઈજાગ્રસ્ત હાલતમાં વી.એસ. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે

 

-ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફીકજામ : ભાવનગર-અમદાવાદના શોર્ટ રૃટ પર ધોલેરા નજીક પૂલ ઉપર રોંગસાઈડમાં અકસ્માતગ્રસ્ત ટ્રક ફસાઈ જતા હાઈવે ઉપર ટ્રાફીકજામઃ કલાકો સુધી વાહન ચાલકો ફસાયા

 

-અમદાવાદના નરોડાની દેના બેન્કમાં આગઃ ડોકયુમેન્ટ બળીને ખાખ : અમદાવાદમાં આવેલ નરોડાની દેના બેન્કમાં કોઈ કારણસર આગ લાગતા બેન્કમાં રહેલ ડોકયુમેન્ટ ભસ્મીભૂત થઈ ગયા હતા, ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો

 

(4:56 pm IST)